Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સમુહ ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે જૈન વિઝન દ્વારા જરૂરીયાતમંદો માટે ૪ લાડુની પ્રભાવના

 રાજકોટઃ પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબે શુભ પ્રેરણા કરી કે ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ ભાવિકો માટે સુચારૂ ભોજનની આયોજકો તરફથી સુંદર વ્યવસ્થા રાખેલી છે,પરંતુ શહેરના જરૂરીયાતમંદ લોકોનું પણ મોઢું મીઠું થાય અને તેઓના ચહેરા ઉપર પણ સ્મિત આવે તે માટે કાંઈક કરવું જોઈએ.પૂ.ગુરૂદેવના સંકેત માત્રથી મુંબઈના છેડા પરીવારે બે લાખનું અનુદાન આપ્યું અને''જૈન વિઝન'' આ પૂણ્યના સદ્  નિમિત્ત બની બુંદીના સ્વાદિષ્ટ લાડુના બોક્ષ બનાવી ચાતુર્માસ પ્રવેશમાં આવનાર દરેક ભાવિકોને પ્રભાવના કરી કહ્યું કે આપ દીન - દુઃખીયા અને જરૂરિયાતમંદ લોકોને આ લાડુ આપી પૂણ્યના - સેવાના સદ્ કાર્યમાં સહભાગી બનશો.આ સેવાકીય કાર્યની સરાહના થઈ રહેલ છે. સેવાકીય કાર્યને સફળ બનાવવા ટીમ જૈન વિઝને જહેમત ઉઠાવેલ.(૩૦.૨)

(4:03 pm IST)
  • બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, પાટણમાં ધીમી ધારે સચરાચર વરસાદની શરૂઆત access_time 8:50 pm IST

  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST