Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

૧૩ વર્ષની સગીરાના બળાત્કાર કેસના આરોપી પંકજ કોળીને ૧૦ વર્ષની સજા

ઓળખાણનો લાભ લઇ સગીરા સાથએ અનેક વખત દુષ્કર્મ આચર્યુઃ સંમતિ વગરનું દુષ્કર્મ બળાત્કારજ ગણાયઃ ત્રાહિન સમક્ષની કબુલાત ઉપરથી પણ આરોપી સામેનો કેસ પુરપાર થાય છેઃ એડી.એસ.જજ. શ્રી બાલીનો ચુકાદો

રાજકોટ તા.૧૯: રાજકોટના એડીશ્નલ જજ શ્રી એમ.એમ.બાબી ૧૩ વર્ષની સીગર કન્યા ઉપર બળાત્કાર ગુજારી તેમજ ત્યારબાદ તેને તરછોડી દેનાર આરોપી પંકજ સવજીભાઇ કોળી ઉ.વ.૨૫ વર્ષ વાળાને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૭૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટના આજી વિસ્તારની ૧૩ વર્ષની સગીર કન્યા સાથે આરોપી પ્રકાશ ઉર્ફે પકજ સવજીભાઇ કોળીને પરિચય હતો અને તેથી તેણે આ નાબાલિક સગીરાને મોબાઇલ ફોન અપાવેલ હતો જે મોબાઇલ ઉપરથી તેઓ અવારનવાર વાતચીતો કરતા હતા. આ વાતચીતો થતી હોવાની જાણ સગીરાની માતાને થઇ જતા માતાએ સગીરાએ ખુબ જ ગભીર ઠપકો આપી મારા મારેલ હતો જેથી સગીરા તે સમયે પોતાનુ ઘર છોડીને જતી રહેલ અને આરોપી પકજને ફોન કરી પોતાને લઇ જવા માટે જણાવેલ હતુ. આ સમય રાત્રીનો હોવાથી પંકજે સગીરાને લેવા આવવાની ના પાડેલ. આથી સગીરાએ પોતે મોડી રાત્રીએ એકલી હોવાનુ જણાવતા આરોપી પંકજ તેની પાસે આવેલ અને થોડી આનાકાની બાદ પંકજે સગીરા સાથે જવાની હા પાડેલ. બાદ તેઓ રીક્ષામા સગીરાની ઘરે ગયેલ અને ઘરેથી રૂ.૨,૦૦૦/- લઇ લીધેલ અને ત્યાથી આ પકજે સગીરાને પોતાના માસીના ઘરે ગામડે લઇ જઇ સગીરાને પોતાની પત્નિ તરીકે ઓળખાવેલ.

માસીના ઘરે આ રીતે થોડા દિવસો રહેલ અને તે દરમ્યાન આરોપીએ ૧૩ વર્ષની આ સગીરા સાથે અનેક વખત શરીર સબધ બાધેલ. થોડા દિવસમાં આરોપી પંકજના માસીને જાણ થઇ ગયેલ કે પકજ આ સગીરાને ભગાડીને લઇ આવેલ છે તેથી માસીએ પોતાની ઘરેથી જતા રહેવાનુ બનેને કહેલ. ત્યારબાદ આ પંકજ સગીરાને લઇને રાજકોટમા પોતાની બહેનના ઘરે લઇ આવેલ પરંતુ બહેનના ઘરે તાળુ મારેલ હોવાથી આરોપીએ આ સગીરાને બહેનના ઘરની બહાર ઓટા ઉપર સુવડાવેલ અને ત્યા પણ શરીર સબધ બાધેલ અને ત્યારબાદ જતો રહેલ. સવારના આ સગીરા ત્યાથી એકલી નીકળી આજી ડેમના બગીચામાં આવેલ. આ હકિકતની જાણ સગીરાની માતાને થતા તેઓ પોતાની બાળકીને લેવા આવેલ અને સાથે જતી રહેલ. સગીરાએ આ સમગ્ર હકિકત પોતાની માતાને જણાવતા સગીરાના પિતાએ આ અગેની ફરીયાદ આજી ડેમ પોલીસ સ્ટેશનમા નોધાવેલ અને ગુન્હો દાખલ કરી આરોપીની ધરપકડ કરી તપાસના અતે તપાસનીશ અમલદાર એચ.આર.કુવાડીયાએ આરોપી વિરૂધ્ધ પોકસો કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતુ.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી સજયભાઇ કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં આવેલ છે તે સુધારાની કલમ-૧૧૪ (ક)મુજબ જયારે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમા જણાવે કે શરીર સંબંધ વખતે તેણીની સંમતી ન હતી ત્યારે ન્યાય અદાલતે સમતી ન હોવાનુ માનવુ ફરજીયાત છે. આ કારણે જયારે ભોગ બનનારે કોર્ટ સમક્ષની જુબાનીમા જણાવેલ હોય કે તેણીની સમતી ન હતી ત્યારે આ કેસ સ્પષ્ટપણે બળાત્કારનો જ થાય છે.

આ ઉપરાંત આરોપીનુ જે મેડીકલ પરીક્ષણ કરવામાં આવેલ ત્યારે ડોકટર રૂબરૂ આરોપીએ જ હિસ્ટરી આપેલ તેમા તેણે ભોગ બનનાર સાથે શરીર સબંધ બાધેલ હોવાનુ અને માસીના ઘરે રોકાયેલ હોવાનુ કબુલ કરેલ હતુ. આ કબુલાત કાયદાની જોગવાઇ મુજબ ''ત્રાહિત વ્યકિત રૂબરૂની કબુલાત'' ગણવામાં આવે છે જે પુરાવામાં અતિશય મહત્વ ધરાવે છે અને આરોપી વિરૂધ્ધના પુરાવા તરીકે ગ્રાહય છે. આ તમામ સજોગોને ધ્યાનમાં લેતા આરોપી તકસીરવાન હોવાનુ સપુર્ણપણે સાબિત થાય છે.

શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતો ધ્યાનમા લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ શ્રી એમ.એમ.બાબીએ આરોપી પંકજ ઉર્ફે પ્રકાશ સવજીભાઇ કોળીને પોકસો એકટની કલમ-૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.૭,૦૦૦/-નો દડ ફરમાવેલ છે.

આ કેસમા શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી સજયભાઇ કે.વોરા રોકાયેલા હતા.

(4:00 pm IST)