Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

પત્નીને કરીયાવર માટે ત્રાસ આપવા અંગે પતિ અને સાસરીયાનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૯: પત્નીને કરીયાવર માટે ત્રાસ આપવાના કેસમાં કોર્ટ કર્મચારી સહિત તમામ સાસરીયાનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

રાજકોટ મુકામે ઠક્કરબાપા હરીજન વાસમાં રહેતા અને ફોજદારી અદાલત માજ નોકરી કરતા ગોપાલભાઇ વાડોદરા ના લગ્નતા. ૨૨-૫-૯૯ ના રોજ બનાવ સમયે જેતલસર મુકામે રહેતી નીતાબેન નામની પરણીતા સાથે થયા હતા અને આ લગ્ન જીવન થી તેઓને એક સંતાન પણ થયેલ હતું. લગ્ન બાદ પરણીતા રાજકોટ પોતાના પતિ સાથે રહેવા આવેલ હતી અને સંયુકત કુટુંબમાં રહેતી હતી.

ત્યારબાદ પરણીતાને પતિ દ્વારા કરીયાવર માટે ત્રાસ આપવામાં આવતો હોઇ પરણીતા પોતાના સંતાન સાથે માવતર પરત ફરેલ અને પતિ ગોપાલભાઇ જેઠ તુલસીભાઇ અને સાસુ રતનબેન સામે રાજકોટ પ્ર.નગર પોલીસ મથકમાં આઇ.પી.સી. કમલ ૪૯૮ (ક), ૧૧૪ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કેસ દલીલ પર આવતાં સાસરીયાના એડવોકેટ શ્રી અંતાણીએ અદાલતમાં લંબાણપૂર્વકની દલીલો રજુ કરેલ અને સાસરીયાઓ સામે કેસ સાબીત થતો ન હોઇ સાસરાના તમામ સભ્યોને સ્ત્રી અત્યાચારના ગંભીર ગુન્હા માંથી નિર્દોષ છોડવાની રજૂઆત કરેલ હતીે જે એડવોકેટ શ્રી અંતાણીની દલીલોથી સહમત થઇ રાજકોટ ફોજદારી અદાલતે પતિ સહિત સાસરાના તમામ સભ્યોને કરીયાવર માટે પત્ની પુત્રવધુ ને ત્રાસ આપવાના ગંભીર ગુન્હામાંથી આરોપીઓ ને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં સાસરીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદિપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયા હતા.

(3:59 pm IST)