Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ભાવનગર સ્થિત પરિણિતાના સાસરીયાને અદાલત સમક્ષ હાજર થવા ફરમાન

સ્ત્રીધન કરીયાવર પરત આપવાના કેસમાં કોર્ટના હુકમનો અનાદર કરતાં..

રાજકોટ તા.૧૯: સ્ત્રીધનનો કરીયાવર પરત આપવાના કોર્ટના હુકમનો અનાદર કરતા ભાવનગર ખાતે રહેલ તપન કમલેશભાઇ ટીમાણી પરિવારને કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, કોમલબેન વા/ઓ. તપનભાઇ ટીમાણી ડો/ઓ. વિનોદરાય કાંતીલાલ રાવલ રહે.શિવમ, રિધ્ધિસિધ્ધિ સોસાયટી, શ્રીજીપાર્ક સામે, રૈયા રોડ, રાજકોટવાળાએ કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ સામાવાળા પતિ તપન કમલેશભાઇ ટીમાણી (દત્ત કેમીકલનો વેપાર), સસરા કમલેશભાઇ ભાનુશંકર ટીમાણી, સાસુ મેઘાબેન કમલેશભાઇ ટીમાણી (શિક્ષિકા) તેમજ દિયર રૂષી કમલેશભાઇ ટીમાણીની સામે કેસ કરેલ હતો જે કેસ ચાલી જતા રાજકોટના ચીફ જયુ.મેજીસ્ટ્રેટ એમ.એસ.સુતરીયાએ હુકમમાં અરજદારના એડવોકેટ બકુલરાજાણીની દલીલ ધ્યાને લઇને અરજદારને ભરણપોષણ તેમજ મકાનભાડું તેમજ અરજી ખર્ચના રૂપીયા મંજુર કરેલ હતા તેમજ અરજદારને અરજી મુજબનું સ્ત્રીધન હુકમની તારીખથી ૩૦ દિવસમાં પરત કરવાનો હુકમ કરેલ હતો.

આ હુકમનો પતિ તપન કમલેશભાઇ ટીમાણી (દત્ત કેમીકલનો વેપાર), સસરા કમલેશભાઇ ભાનુશંકર ટીમાણી, સાસુ મેઘાબેન કમલેશભાઇ ટીમાણી (શિક્ષિકા)તેમજ દિયર રૂષી કમલેશભાઇ ટીમાણી સામાવાળાઓએ હુકમ મુજબ બધા એકસંપ કરી અરજદારનું સ્ત્રીધન ઓળવી જતા અરજદારના એડવોકેટએ કોર્ટના હુકમનો અનાદર (કન્ટેમ્પ ઓફ કોર્ટ) અંગેનો કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટએ એડવોકેટ બકુલ રાજાણીની દલીલો ધ્યાનમાં લઇ સામાવાળા ટીમાણી પરિવારને ભાવનગરના પ્રોટેકશન ઓફિસર મારફત નોટીસ બજાવવાનો હુકમ કરેલ હતો અને સામાવાળાને હાજર થવાનો હુકમ કરેલ હતો.

આ કેસમાં અરજદાર વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી બકુલ રાજાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રકાશ પરમાર, ભાવેશ હાપલીયા, ઇન્દુભા રાઓલ, સતીશ મુંગરા, અમીત જનાણી, કલ્પેશ સાકરીયા વગેરે રોકાયેલ હતા.

(3:55 pm IST)
  • દેશના ટોચના સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશ સાથે મારકૂટ કરવાના મામલે આઠ લોકો સામે ગુન્હો દાખલ :ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અનંત તિવારી,ભાજપ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રસન્ના મિશ્રા,ભજપના જિલ્લા મહામંત્રી બલરામ ડૂબે,પાકુડના જિલ્લા મંત્રી ગોપી ડૂબે,બજરંગદળના પિન્ટુ મંડળ,અશોક પ્રસાદ,શિવકુમાર સાહા અને બદલ મંડળના નામનો સમાવેશ access_time 1:07 am IST

  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • ગંગા નદીની સફાઈ માટે કઈ જ થયું નથી : ઉત્તરાખંડ સરકાર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નારાજ :એનજીટીએ કહ્યું ગંગાની હાલત ખુબ જ ખરાબ છે : અધિકારીઓના દાવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી:નિયમિત દેખરેખની તાતી જરૂર છે access_time 11:52 pm IST