Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઉદયનો ઓન-લાઇન લોક દરબાર : સોશ્યલ મીડિયામાં મળેલી પ૦થી વધુ ફરીયાદોનો તાત્કાલિક નિકાલ

ભૂગર્ભ ગટર સફાઇ, વોંકળા સફાઇ, ખુલ્લા પ્લોટની સફાઇ, બગીચામાં લુખ્ખાઓની હેરાનગતિ સહિતની ફરીયાદોનો વિના વિલંબે નિકાલ લાવતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન : પત્ર દ્વારા ફરીયાદો મોકલવા અનુરોધ

રાજકોટ, તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે વર્તમાન યુગમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવી અને લોક ફરીયાદનો ઝડપી નિકાલ લાવવાની નવી પદ્ધતિ શરૂ કરતા નાગરિકો એ તેઓની આ કાર્યપદ્ધતિને બિરદાવી છે. શ્રી કાનગડે ચાર્જ સંભાળ્યા બાદ તેઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી નાગરિકો દ્વારા ભૂગર્ભ ગટર, સફાઇ, પાણી, લાઇટ સહિતની બાબતોની સંખ્યાબંધ ફરીયાદો મળી રહી છે જે પૈકી પ૦થી વધુ ફરીયાદોનો તેઓએ તાત્કાલીક ઉકેલ લાવી અને ફરીયાદીને તેની જાણ પણ કરી દેતા ફરીયાદીઓએ પણ તેઓનો આભાર વ્યકત કર્યો હતો.

આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓને સોશ્યલ મીડિયામાં નગરજનો ફોટા સહિત ફરીયાદો મોકલી રહ્યા છે જેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

શ્રી કાનગડે જણાવ્યા મુજબ જે ફરીયાદોનો નિકાલ થયો તેમાં વોર્ડ નં.૧૪ શ્રમજીવી સોસાયટી ભૂગર્ભ ગટરના મેન હોલના ઢાંકણા ઉચા ઉપાડવા. મોચીનગર-૬, શીતલ પાર્ક ડ્રેનેજ ભરાઇ જવી, વોર્ડ નં.૪ રોહિતદાસપર વોકળાની સફાઇ કરવી, વોર્ડ નં. રમાં રૂતીનગર-૩ ગંદાપાણીની ફરીયાદ, જય જવાન જય કિશાન સોસાયટીમાં આવેલ અમરધામ સોસાયટીમાં દબાણની ફરીયાદ, સદરબજાર વોકળામાં દબાણની ફરીયાદ, ઇસ્ટ ઝોનમાં કનકનગર વિસ્તારમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી પાસે ખુલ્લા પ્લોટમાં દબાણ, જવાહર રોડ પર ઠક્કર મેનશન, ભાભા હોટલ પાસે ડ્રેનેજ લાઇન ભરાઇ જવાની ફરીયાદ.

વોર્ડ નં.૧૩માં માયાણીનગર બેકબોન શોપીંગ સેન્ટર પાસે ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર ફેલાવવાની ફરીયાદ, રેલનગર અન્ડરબ્રીજમાં બંધ લાઇટની ફરીયાદ, વોર્ડ નં.૧માં સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રાધિકા પાર્ક-૧માં ભૂગર્ભ ગટર સફાઇ, કુંભારવાડા મેઇન રોડ પર ભૂગર્ભ ગટર છલકાવાની ફરીયાદ, વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી કવાર્ટર નં.૧૬ પ્લોટક નં.૧૩ની ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં આવવાની ફરીયાદ.

ત્રિકોણ બાગ ચોકમાં જયહિન્દ આઇસ ફેકટરી પાસે જાહેર ફુટપાથ પર બાંધકામના રબીસની ફરીયાદ, સોરઠીયા પ્લોટમાં બાલમંદિર પાસે વોકળાની સફાઇ, વોર્ડ નં. ૭ કરણપરા-રપ વરસાદી પાણીના ભરાવ અંગે ફરીયાદ, બેડીનાકે કેસરેહિન્દ પુલ પાસે આવેલ વિજયકંુવરબા ગાર્ડનમાં આવાસ તત્વો દ્વારા થતી હેરાનગતિની ફરીયાદ, વિદ્યાનગર મેઇન રોડ રામકૃષ્ણનગર-પમાં કન્યા છાત્રાલય પાસે ડ્રનેજનું પાણી ફેલાવવાની ફરીયાદ, ગુંદાવાડી ૬થી ૯માં ડ્રેનેજનું પાણી ફેલાવાની ફરીયાદ, કેનાલ રોડ પર કાપડમીલ પાસે ભૂગર્ભની ગટરની કુંડીમાં નવુ ઢાંકણુ મૂકવા ગજેન્દ્રસિંહ ઝાલાની ફરીયાદ.

વોર્ડ નં.૧૪ લક્ષ્મીવાડી-૧૮માં ડ્રેનેજ ઉભરાવાની અશોકભાઇ પંડયાની ફરીયાદ.

વોર્ડ નં. ૨માં પેવીંગ બ્લોક મુકવાની પરવેઝ કુરેશીની ફરીયાદ. વોર્ડ નં. ૮માં ગૌતમનગર-૮માં પ્રદુષિત પાણી તથા પેવીંગ બ્લોક તૂટી ગયાની મહેન્દ્રભાઈ શ્રીમાળીની ફરીયાદ.

વોર્ડ નં. ૧૪ ન્યુ બાપુનગર-૩ ખડપીઠ સામે ડ્રેનેજ મેઈન્ટેનન્સની ફરીયાદ. વોર્ડ નં. ૭માં મહાકાળી મંદિર રોડના ડ્રેનેજના ઢાંકણા ઉંચા ઉપાડવાની ફરીયાદ. વોર્ડ નં. ૪ તિરૂપતિ સોસાયટી-૩ પુરતા દબાણથી પાણી ન આવવાની ફરીયાદ. યાજ્ઞિક રોડ પર વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે ભૂગર્ભગટર છલકાવાની ફરીયાદ. પેડક રોડ પર દુર્ગા હોટલ સામે બગીચા પાસે દબાણની ફરીયાદ. વોર્ડ નં. ૭ કરણપરા ૩૧/૩૫માં વરસાદી પાણી ભરાવાની ફરીયાદ. વોર્ડ નં. ૧૦ અમી પાર્ક બંધ શેરીમાં ડ્રેનેજ ભરાઈ જવાની ફરીયાદ. કોઠારીયા મેઈન રોડ ખોડીયાર હોલ પાસે કચરાના ઢગલાની ફરીયાદ. વોર્ડ નં. ૧૮ હાપલીયા પાર્ક વિસ્તારમાં ટેક્ષના બિલ ન મળવાની ફરીયાદ. પેડક રોડ મારૂતિનગર-૧ માં બંધ શેરીમાં દબાણની ફરીયાદ. ખોડીયારપરા મેઈન રોડ પાવર હાઉસની દીવાલ પાસે કચરાની ફરીયાદ. વોર્ડ નં. ૧૪ વાણીયાવાડી ૧/૭ કોર્નર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરીયાદ. વોર્ડ નં. ૧૮માં વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૫ ની સ્ટ્રીટ લાઈટની ફરીયાદ. વોર્ડ નં. ૩ પોપટપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની ફરીયાદ વગેરેનો સમાવેશ થાય છે. (૮.૧૭)

(3:54 pm IST)
  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST

  • સબરીમાલા મંદિરમાં મહિલાઓને પણ પ્રવેશનો અધિકાર :મંદિર કોઈ ખાનગી મિલકત નથી, તેમાં કોઈપણ જઈ શકે છે: સુપ્રીમની ટિપ્પણી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યું છે કે દેશમાં પ્રાઈવેટ મંદિરનો કોઈ સિદ્ધાંત નથી:તે જાહેર સ્થળ છે. જો પુરૂષો જઈ શકે છે તો મહિલાઓને પણ પ્રવેશની અનુમતિ મળવી જોઈએ access_time 12:47 am IST

  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST