Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

છેલ્લા ૧૧ દિ' : ૩૧ જુલાઇએ ૧૦ ટકા મિલ્કત વેરા વળતર યોજના પૂર્ણ

ઓગસ્ટમાં ૫ ટકા વળતર : આજ દિન સુધીમાં ૯૪.૫૦ કરોડની આવક : ગત વર્ષે ૧૯ જુલાઇ સુધીમાં ૧૩૨ કરોડની આવક થવા પામી હતી

રાજકોટ તા. ૧૯ : મહાનગરપાલિકા એ આ વર્ષથી કાર્પેટ બેઇઝ ટેક્ષેશન પધ્ધતિ અપનાવેલ છે, સમગ્ર શહેરમાં ૪.૫૦ લાખ મિલ્કતોને નવી પધ્ધતિ મુજબના બીલ અને ખાસ નોટીસ મોકલવામાં આવેલ, આ ખાસ નોટીસ સા,એ કુલ ૧૫૦૦૦ આસામીઓએ વાંધા-અરજી કરેલ જે પૈકી ૧૩૫૦૦ વાંધા-અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે, વાંધા-અરજીઓનો તુરંત નિકાલ થાય અને કરદાતાઓ ને મુકેલી ન પડે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ છે.

કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરા વળતર યોજના હાલ ચાલુ છે, તા.૩૧ જુલાઇ સુધીમાં સંપુર્ણ રકમ ભરપાઇ કરનારને ૧૦% તથા મહિલા/દિવ્યાંગ ના નામે મિલ્કત હોય તો ૧૫% વળતર આપવામાં આવે છે, તા.૧૯ સુધીમાં ૧,૯૫,૦૦૦ કરદાતાઓએ રૂ. ૯૪.૫૦ કરોડ જેવી મિલ્કત વેરાની માતબાર રકમ ભરપાઇ કરેલ છે.

હવે છેલ્લા ૧૧ દિવસ બાકી હોઇ વધુમાં વધુ કરદાતાઓ લાભ લે તે માટે આપનો મિલ્કત વેરો તુરંત ભરપાઇ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ૧,૯૫,૬૨૪ શહેરીજનોએ રૂ. ૯૪.૫૦ કરોડ તંત્રની તિજોરીમાં જમા કરાવ્યા છે. જેમાં ૫૨,૯૩૫ કરદાતાઓએ રૂ. ૨૩.૨૦ કરોડ ઓનલાઇન, ૮૩ હજાર શહેરીજનોએ ૪૦.૨૪ કરોડ વોર્ડ ઓફિસે વેરો ભર્યો છે.

અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે તા. ૧૯ જુલાઇ ૨૦૧૭ સુધીમાં તંત્રને મિલ્કત વેરાની રૂ. ૧૩૨ કરોડની આવક થવા પામી હતી.(૨૧.૩૧)

 

(3:45 pm IST)