Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રાજકોટ-ઓખા રેલ વ્યવહાર સંપુર્ણપણે પુર્વવત

જામનગર-ખંભાળીયા વચ્ચે કાનાલુસ પાસે થયેલા ટ્રેક ધોવાણનું યુધ્ધના ધોરણે તબક્કાવાર સમારકામ

રાજકોટ, તા., ૧૯:  બે દિવસ પહેલા  પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ રેલ્વે ડીવીઝનના જામનગર-ખંભાળીયા વચ્ચે કાનાલુસ નજીક ટ્રેકનું ધોવાણ થઇ જતા રાજકોટ-ઓખા વચ્ચેનો રેલ ટ્રાફીક અટકી પડયો હતો. આ જગ્યાએ પાણી ભરાવા અને ધોવાણ થવાના કારણે રેલ્વે લાઇન હવામાં લટકાઇ પડી હતી. જેને લઇને ટ્રેનો રદ કરવી પડી હતી કે અડધે રસ્તેથી પાછી વાળવી પડી હતી. ગઇકાલે સાંજે ર૦ કલાકના અંતે આ જગ્યા પરની ૩ લાઇન યુધ્ધના ધોરણે પુર્વવત કરાયા બાદ આજે બપોરે ચોથી લાઇનનું ટેસ્ટીંગ પણ થઇ ગયું છે. ડીવીઝનલ રેલ્વે મેનેજર પી.બી.નિનાવે, સીનીયર ડીવીઝનલ એન્જીનીયર ધીરજકુમાર, ઇન્દ્રજીત કૌશીક સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને જાત નિરીક્ષણ હેઠળ યુધ્ધના ધોરણે કામગીરી કરાવી હતી. અન્ય તસ્વીરોમાં ગઇકાલે અટકી પડેલી ટ્રેનોના મુસાફરોને  ફુડ પેકેટ સહીતનું વિતરણ કરાયું હતું. ઉપરની તસ્વીરમાં ડ્રોન કેમેરાથી લેવાયેલ કાનાલુસ સ્ટેશન નજરે પડે છે. (૪.૧૪)

(3:44 pm IST)