Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રેસકોર્ષ-૨નાં અટલ સરોવરમાં ૪ ફુટ પાણી

જળસંચય સફળ : મુખ્યમંત્રી વિજયભાઇને અભિનંદન પાઠવતા મેયર બિનાબેન આચાર્ય

રાજકોટ તા. ૧૯ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બે મહિના પહેલા ભૂમિપૂજન સાથે રેસકોર્ષ ૨ ને લાગુ અટલ સરોવર ઉંડુ ઉતારવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અટલ સરોવરમાં પ્રથમ વર્ષ જ ૪ ફુટ પાણીનો સંગ્રહ થઇ ગયો છે. જળસંચય અભિયાન સફળ થતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મેયર બિનાબેન આચાર્યએ અભિનંદન પાઠવ્યા છે.

 

આ અંગે મેયર બિનાબેન આચાર્યે યાદીમાં જણાવ્યું હતું કે, ૧લી મે થી રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજયમાં જન ભાગીદારથી તળાવો ઊંડા ઉતારવાનું અભિયાન ચલાવવામાં આવેલ. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાંદરડા, લાલપરી, અને આજીનદી શુધ્ધ કરવા કામગીરી કરવામાં આવેલ. પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'અટલ સરોવર'ની કામગીરી વરસાદ ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવેલ. અટલ સરોવરમાંથી ૩,૬૨,૨૨૫ ઘન મીટર જેટલો જથ્થો કાઢવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ. જે ટાર્ગેટ સામે ૪,૨૪,૪૧૯ ઘન મીટર જથ્થો કાઢવામાં આવેલ.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાણી સંગ્રહ શકિતમાં વધારો થાય તેવા હેતુથી આ અભિયાન કરવામાં આવેલ. આ અભિયાનથી ચાલુ વર્ષમાંજ ચોમાસાની શરૂઆતમાં જ તેના ફળ મળવા લાગેલ છે. જે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મેયરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રથમ વરસાદમાં જ અટલ સરોવરમાં ૧૦૦ મિલિયન લીટર પાણીનો જથ્થો ભરાયેલ છે. તળાવમાં પાણી આવતા આજુબાજુના ખેડૂતોના કુવાના તળ ઉંચા આવશે તેમજ પાણીના કારણે સ્થળ ખુબજ રણીયામણું દેખાય છે. અને હજુ આગામી દિવસોમાં આજુબાજુ વિસ્તારોમાં વૃક્ષા રોપણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળ આ તળાવને લાગુ અનેક યોજનાઓ હાથ ધરાશે અને ભવિષ્યમાં પર્યટન માટે સુંદર સ્થળ ઉપલબ્ધ થશે. તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ.(૨૧.૨૯)

(3:43 pm IST)
  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST

  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST