Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઇન્ડિયા ટુડે ગ્રુપનો 'મેક ઇન ઇન્ડિયા' એવોર્ડ એન્જલ ફાઇબર્સને એનાયત

દિલ્હીમાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે એન્જલના અશોકભાઇ દુધાગરાને એવોર્ડ અર્પણ થયો

'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે એન્જલ ગ્રૃપના અશોકભાઇ દુધાગરા તથા અન્ય અગ્રણીઓ અને પુરુષોતમભાઇ પીપળીયા નજરે પડે છે.

રાજકોટ, તા.૧૯: છાપાના ફેરિયાથી કારકિર્દી શરૂ કરીને ઉદ્યોગકાર બનનાર રાજકોટના અશોકભાઇ દુધાગરાને ઇન્ડિયા ટુડેનો મેકિંગ ઇન્ડિયા એવોર્ડ કેન્દ્રિય મંત્રીના હસ્તે એનાયત થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના મેક ઇન ઇન્ડિયા ની કલ્પના ને સાકાર કરવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા અધાક પ્રયત્નો થઈ રહ્યા છે. વિચારધારા ને આગળ ધપાવવા બિન રાજકીય સંગઠનો પણ તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. તેમજ જાણીતા ઉદ્યોગપતિઓ, તત્વચિંતકો, મીડિયા માલિકો પણ મેક ઇન ઇન્ડિયા ના પ્રોજેકટ ને સાકાર બનાવવા યથા યોગ્ય યોગદાન આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા ના ક્ષેત્ર માં આપબળે , સ્વકૌશલ્યથી , શૂન્ય માંથી સર્જન કરનાર ઉદ્યોગપતિ / ઉદ્યોગો ને શોધી કાઢવા માટે લખલૂટ ખર્ચે એજન્સી ઓ ની નિમણૂંક કરેલ છે.

નિમણૂંક કારેલ એજન્સીએ રૂરલ વિસ્તાર માં રોજગારી, પ્રદુષણ રહિત, નિકાસ કરનાર ઉદ્યોગ, સરકારી ટેકસ આવક, વિદેશી મુદ્રામાં વધારો કરતા, વગેરે..અનેક બાબતો ને ધ્યાને રાખી સરકાર ના વિવિધ ખાતાઓ માંથી તેમજ બિન રાજકીય સંગઠનો પાસે થી અઢળક માહિતી મેળવી. મળેલ માહિતી ઓ નું મૂલ્યાંકન કરી મેક ઇન ઇન્ડિયા સંદર્ભે સફળતા પૂર્વક ટોચની કામગીરી કરનાર ઉદ્યોગ / ઉદ્યોગપતિ ની યાદી તૈયાર કરેલ. તેના ભાગરૂપે વિશ્વકક્ષાના અગ્રીમ અખબાર / મેગેઝીન અને TV મીડિયા ક્ષેત્રે ટોચ નું સ્થાન ધરાવતા ઇન્ડિયા ટુડે એ પણ મેક ઇન ઇન્ડિયા ના કાર્ય ને સફળ બનાવવા ના પ્રયાસ રૂપે અનેકવિધ કાર્યક્રમ કરી રહ્યા છે.

ઉદ્યોગપતિઓ ની ઊંડાણ પૂર્વક ની વિસ્તૃત યાદી ઇન્ડિયા ટુડે ગ્રુપ ને સોંપવા માં આવેલ. મેક ઇન ઇન્ડિયા ના સંદર્ભે ઉદ્યોગપતિઓની મળેલ યાદીનું

વિશેષ મૂલ્યાંકન કરવા અર્થે દેશભર ના સાત સફળ પ્રોફેશનલો ની પસંગી સમિતિ બનાવવા માં આવેલ. જેમાં ઉદય કોટક ( કોટક મહિન્દ્રા ગુપ ), કિરણ મજમુદાર શો ( બાયોકોન લી. ), ક્રિસ ગોપાલક્રિસન્ ( ઇન્ફોસીસ ગ્રુપ વાઇસ ચેરમેન ), અરુણ પુરી ( પદ્મવિભૂસણ તેમજ ફાઉન્ડર ઇન્ડિયા ટુડે ગ્રુપ ), અમીતાબ કાન્ત ( IAS ઓફિસર નીતિ આયોગ ), સંજીવ નાયર , મનીષ સબરવાલ સહિત ના તાજજ્ઞોએ મળેલ યાદીનું પુનઃમુલ્યાંકન કરી એવોર્ડ ને પાત્ર ઉદ્યોગ/ઉદ્યોગપતિઓ ની આખરી સૂચિ તૈયાર કરેલ.

એવોર્ડ માટેની આખરી યાદીમાં રાજકોટ ના યુવા ઉદ્યોગપતિ અશોક દુધાગરા ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી વર્લ્ડ કલાસ કોટન યાર્ન બનવતી કાલાવડ સ્થિત એંજલ ફાઇબર્સ લિમિટેડ ની પસંદગી થયેલ તે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત માટે ખુબજ ગૌરવની બાબત છે.

એંજલ ફાઇબર્સ લિમિટેડ ઉપર એક દ્રષ્ટિપાત કરીયે તો ફાઉન્ડર તરીકે અશોક દુધાગરા તેમના બીઝનેસ પાર્ટનર્સ તથા સપોટર્સ તરીકે શ્રી બકુલેશ જાની, હસમુખ પાનસૂરિયા, મહેશ પાનસૂરિયા, હરીશ ત્રિવેદી, અંકુર જાની, સંતોષ અત્રે (GM), મુકેશ દત્તાણી (મુકેશ બ્રોકર) જે જી ઉનડકટ (CA), વિપુલ સાવલિયા, કાંતિભાઈ સાવલિયા, પરસોત્ત્।મભાઈ દુધાગરા સહિત ની ટીમે ટૂંકી મૂડી માંથી બિઝનેસ ની શરૂઆત કરેલી.

જેને સફળ સંચાલન દ્વારા ટૂંકા ગાળા માં ૯૦ કરોડના બિઝનેસથી હરણ ફાળ પ્રગતિ કરીને આજે લગભગ ૨૫૦ કરોડના બિઝનેસ ને આંબવા જઇ રહ્યા છે. છેલ્લા વર્ષમાં માતબર નફો કરીને કંપની પબ્લિક લિમિટેડ તરીકે BSE-SME માં લિસ્ટેડ થયેલી છે. મંદીની માર્કેટ માં પણ કંપની ના શેર નો ભાવ મૂળભૂત કિંમત કરતા ઉંચી કિંમતે ટકી રહેલ છે. જે કંપની ની નફાની તાકાત તથા રોકાણકાર ની સૂઝ ને આભારી છે.

કંપની ના MD અશોક દુધાગરા વિઝન ડોકયુમેન્ટ રજૂ કરતા જણાવેલ કે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીજી ના ફાર્મર ટુ ફેશન સપનાને સાકાર કરવા એન્જલ ફાઇબર્સ લિમિટેડ તેજ ગતિએ આગળ વધી રહી છે.

દિલ્હી ની પંચતારક વૈભવશાળી તાજ મહેલ હોટેલ માં યોજાયેલ જાજરમાન અને ગૌરવપદ ઇન્ડિયા ટુડે એવોર્ડ સભારંભ માં મુખ્ય મહેમાન પદે કેન્દ્રના પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. અને તેમના વરદ હસ્તે એન્જલ ફાઇબર્સ લિમિટેડ ના વિઝનરી સંચાલક અશોક દુધાગરા ને એવોર્ડ એનાયત કરેલ.

આ પ્રસંગે એન્જલ ફાઇબર્સ લિમિટેડ વતી અશોકભાઈ દુધાગરા તેમજ મુકેશભાઈ દત્તાણી ઉપસ્થિત રહ્યા હતા અને એન્જલ ફાઇબર્સ લિમિટેડ ના સફળ સંચાલન માટે ઉપસ્થિત સમૂહ ને અવગત કરાવ્યા હતા. અશોકભાઇ દુધાગરાને (મો.૯૪૨૬૭ ૮૫૫૫૭) અભિનંદનો મળી રહ્યા છે.(૨૩.૧પ)

(3:41 pm IST)
  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST

  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST

  • મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત: અનિચ્છનીય ફોન કોલ્સ અને મેસેજથી પરેશાની હવે ખતમ થઇ શકે છે :ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પરેશાન કરનારા કોલ્સ અને સ્પામને લઇને નવા નિયમોની જાહેરાત કરી:ટેલીમાર્કેટિંગ મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત કરી દેવાઇ છે. access_time 12:02 am IST