Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

૨૮ જુનથી વેરાવળ-બાન્દ્રા સ્પેશિયલ ટ્રેન રોજ દોડશે

રાજકોટ તા. ૧૯: મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી રેલ તંત્ર દ્વારા રાજકોટ ડિવીઝનની ટ્રેન વેરાવળ-બાન્દ્રા સ્પેશિયલ (૦૯૨૧૮/૦૯૨૧૭) ૨૮મી જુનથી દરરોજ દોડાવવામાં આવશે. આ ટ્રેન અગાઉ અઠવાડીયામાં ત્રણ દિવસ જ ચાલતી હતી. રાજકોટ ડિવીઝનના સિનિયર ડીસીએમશ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ વેરાવળ-બાન્દ્રા (રાજકોટ જનતા) (૦૯૨૧૮) ૨૮મીથી આગામી સુચના ન મળે ત્યાં સુધી અને બાન્દ્રા-વેરાવળ ૩૦ જુનથી બીજી સુચના ન મળે ત્યાં સુધી દરરોજ દોડશે. વધુ માહિતી માટે યાત્રીકો www.enquiry.indianrail.gov.in પર સંપર્ક કરી શકાય છે.

(4:45 pm IST)