Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પાણીના ટાંકામાં પત્નિને ડુબાડી હત્યાના ગુનામાં ચાર્જશીટ બાદ પતિની જામીન અરજી રદ

ઢસા ગામના બનાવમાં બોટાદ સેસન્સ કોર્ટનો ચુકાદો

રાજકોટ તા. ૧૯: બોટાદ જીલ્લાના ઢસા ગામમાં બે બાળકોની માતાનું તેનાજ પતિ દ્વારા પાણીના ટાંકામાં ડુબાડી દઇ ખુન કરવા અંગેની ફરીયાદ ઢસા પો.સ્ટે.માં તા. ર૩/૦ર/ર૦ર૧ના રોજ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૦ર મુજબની નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપી પતીની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ કામે ચાર્જશીટ થઇ ગયા બાદ આરોપીએ બોટાદની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જામીન અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

આ કેસની ફરિયાદમાં જણાવ્યા મુજબની ટુકમાં હકીકત એવી છે કે, આ કામના મુળ ફરીયાદી એહમદભાઇ ગલ઼ેરીયાની નાની બહેન સફીયાના લગ્ન ર૦૦૮ની સાલમાં બોલદ જીલ્લાના ઢસ.ા ગામે રહેતા આસીફભાઇ કાદરભાઇ હુનાણી સાથે થયેલ હા અને જેને સંતાનમાં બે બાળકો છે. ગત તા. ર૦/૦ર/ર૦ર૧ના રોજ ફરીયાદી તેના ધંધા સબબ ગયેલ હોય બપોરે આશરે ચારેક વાગ્યાના અરસામાં તેમના પિતાનો ફોન આવેલ અને જણાવેલ કે સફીયા તેમની સાસરીએ આવેલ પાણીના હોજમાં પડી ગયેલ છે અને હાલ તેની સ્થિતિ ગંભીર છે અને તેને સારવાર અર્થે ગઢડા રેફરલ હોસ્પીટલમાં ખાતે લઇ જાય છે જેથી આ કામના ફરીયાદી અને તેની સાથેના પરિવારના લોકો તુરંત જ હોસ્પીટલ પહોંચેલ હતા જયાં તેમની બહેન સફીયા પી.એમ. રૂમમાં મરણ ગયેલ હાલતમાં હતા.

બનાવના ત્રણ દિવસ પહેલા પણ સફીયાબેન દ્વારા તેમની બહેનને ફોન કરી જણાવેલ કે આસીફ અમો ઉપર શંકા કરી અમોને ખુબજ માર મારે છે તેમજ મારી નાખવાની ધમકીઓ પણ આપે છે અને હું રસોડામાં કામ કરતી હતી ત્યારે ગેસના બાટલાની નળી આસીફે કાઢી નાખેલ અને આજે તો તને મારી નાખવી છે તે હકીકત જણાવેલ હતી આ તમામ બાબતોના આધારે ફરીયાદી દ્વારા આરોપી સામે પોતાની બહેનને આરોપીએ મારી નાખેલ છે તે મતલબની ફરીયાદ નોંધાવેલ હતી. જે કામ સબબ તપાસ પુર્ણ થયા બાદ તપાસ કરનાર અમલદાર દ્વારા પુરાવાઓ એકત્રીત કર્યા બાદ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવતા આરોપી આસીફભાય કાદરભાય હુનાણી દ્વારા જામીન મેળવવા માટે બોટાદની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

આ કામે સરકારશ્રી તરફથી થયેલ દલીલો તેમજ તપાસ કરનાર અધીકારી દ્વારા રજુ કરવામાં આવેલ અભીપ્રાય તેમજ મુળ ફરીયાદી વતી આરોપીની જામીન અરજી રદ કરવા સબબ રજુ઼ કરેલ વિગતવારના વાંધા-જવાબો ધ્યાને રાખી બોટદની સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન મેળવવાની અરજી નામંજુર રાખતો હુકમ ફરમાવેલ હતો. આ કામે મુળ ફરીયાદી એહમદભાઇ હારૂનભઇા ગલેરીયા વતી જસદણના એડવોકેટશ્રી સાહિસ્તાબેન એસ. ખોખર, તેમજ રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ. પટગીર રોકાયેલ હતા.

(4:43 pm IST)