Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રામનાથપરા પાસેથી રીક્ષામાંથી દારૂના ૧૪૪ ચપલા અને બીયરના ૭ર ટીન સાથે હુસેન પકડાયો

એ ડીવીઝન પોલીસનો દરોડોઃ દારૂ-બીયરનો જથ્થો અને રીક્ષા સહિત ૭૭ હજારની મત્તા કબ્જે

રાજકોટ તા. ૧૯: જીલ્લા ગાર્ડન ચોક રામનાથપરા પાસેથી રીક્ષામાંથી દારૂના ચપલા અને બીયરના જથ્થા સાથે એક શખ્સને એ ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જીલ્લા ગાર્ડન પાસેથી એક શખ્સ રીક્ષામાં દારૂના જથ્થા સાથે પસાર થવાનો હોવાની એ ડીવીઝન પોલીસ મથકના કોન્સ. સાગરદાનભાઇ તથા જયરાજભાઇ કોટીલાને બાતમી મળતા પી.આઇ. સી. જી. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ, એ.એસ.આઇ. બી. વી. ગોહીલ, હારૂનભાઇ, હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ, મૌલીકભાઇ, જગદીશભાઇ, રામભાઇ, હરપાલસિંહ, સાગરદાનભાઇ ગઢવી તથા જયરાજભાઇ સહિતે જીલ્લા ગાર્ડન ચોક નજીક રામનાથપરા પાસેથી જીજે-૩-બી.યુ.-૪૪૧૦ નંબરની રીક્ષામાંથી રૂ. ૧૭,ર૮૦ની કિંમતના દારૂના ૧૪૪ ચપલા તથા રૂ. ૯૭ર૦ની કિંમતના ૭ર બીયરના ટીન મળી આવતા ચાલક હુસેન મામદભાઇ કપડવંજી (ઉ.વ. ર૮) (રહે. જંગલેશ્વર શેરી નં. ૩૧ આઝાદ ચોક) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:39 pm IST)