Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

યોગ દિને ટપાલ વિભાગ દ્વારા દેશની ૮૧૦ હેડ પોસ્ટ ઓફિસોમાં વિશેષ રદ્દ સ્ટેમ્પ રજુ કરશે

આ સ્ટેમ્પની આકૃતિમાં હિન્દી-અંગ્રેજી ભાષામાં લખાયેલા ગ્રાફિક સાથે રજૂ થશેઃ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે સવારે ૧૦ થી ૬ આ સ્ટેમ્પ ઉપલબ્ધ બનશે

રાજકોટ તા. ૧૯ : રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સીનીયર પોસ્ટ માસ્તરશ્રી યાદીમાં જણાવ્યા પ્રમાણે ૨૧ મી જૂનના દિવસે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસના ઉદ્દેશ સાથે એક વિશેષ રદ્દ સ્ટેમ્પને સમગ્ર ભારતની પ્રજા સમક્ષ અવગત કરાવવા જઈ રહયું છે. આ વિશેષ રદ્દ સ્ટેમ્પ આગામી તા. ૨૧ મી જૂન - ૨૦૨૧ ના રોજ એક દિવસ માટે જ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે સવારના ૧૦ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન ઉપલબ્ધ રહેશે.

આ અનોખી પહેલ ૨૦૨૧ ના વર્ષના ૭ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત ભારતીય ટપાલ વિભાગ તેની વિશેષ રદ્દ સ્ટેમ્પ ભારતની ૮૧૦ હેડ પોસ્ટ ઓફિસો દ્વારા સમગ્ર ભારતમાં રજુ કરવા જઈ રહયું છે. આ ઉજવણી અત્યાર સુધીની સૌથી મોટી ફિલાટેનિક ઉજવણીઓમાંની એક ઉજવણી બની રહેશે.

૨૧ મી એ ભારતની તમામ હેડ પોસ્ટ ઓફિસોમાં એ દિવસે બુકિંગ થયેલ તમામ ટપાલોમાં આ વિશેષ રદ્દ સ્ટેમ્પની છાપ લગાવાશે. આ વિશેષ રદ્દ સ્ટેમ્પની આકૃતિમાં હિન્દી અને ઈંગ્લીશઙ્ગ એમ બન્ને ભાષામાં લખાયેલા ગ્રાફિક સાથે રજુ થશે. આવા રદ્દ થયેલા સ્ટેમ્પ સંગ્રહ યોગ્ય હોય છે. અને ફિલાટેલિક વિષયના અભ્યાસ અર્થે પણ ખૂબ ઉપયોગી છે.

ફિલાટેલીક બ્યૂરો અને હેડ પોસ્ટ ઓફિસમાંથી અથવા તો ફિલાટેલીક ડિપોઝીટ ખાતા દ્વારા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. આવા વિશેષ સ્ટેમ્પ અને કવર ખૂબ જ મર્યાદિત માત્રામાં છાપવામાં આવે છે.

સ્ટેમ્પના સંગ્રહના શોખ- કલાને પુનઃજીવીત કરવા માટે ભારતીય ટપાલ વિભાગ આ વિશેષ રદ્દ સ્ટેમ્પ રજુ કરવા જઈ રહયું છે. કોઈપણ વ્યકિત રૂપિયા ૨૦૦ ભરીને દેશની કોઈપણ હેડ પોસ્ટ ઓફિસમાં ફિલાટેલીક ડિપોઝીટ ખાતુ સરળતાથી ખોલી શકે છે,ઙ્ગઅને તેના દ્વારા વિવિધ પ્રકારના વિશેષ સ્ટેમ્પ અને કવર સરળતાથી મેળવી શકાય છે.

(4:34 pm IST)