Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

શહેરના ૩૫ એએસઆઇ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની અરસ પરસ બદલી

ભકિતનગરના ભાનુભાઇ મિયાત્રા, રવિભાઇ અને એરપોર્ટના સુભાષભાઇ એસઓજીમાં મુકાયાઃ માલવીયાના મહેશભાઇ, એ-ડિવીઝનના જગદીશભાઇની ડીસીબીમા નિમણુંકં

રાજકોટ તા. ૧૯: શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશન અને બ્રાંચમાં ફરજ બજાવતાં એએસઆઇ, હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મળી ૩૫ કર્મચારીઓની અરસ પરસ બદલીનો આદેશ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે કર્યો છે.

જાણવા મળ્યા મુજબ ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા, રવિભાઇ વાંક તથા એરપોર્ટ પોલીસ મથકના એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગરની શહેર એસઓજી બ્રાંચમાં નિમણુંક કરવામાં આવી છે. જ્યારે અન્ય બદલીઓમાં ટ્રાફિકના જયેશભાઇ કાનાભાઇને એરપોર્ટ, ગાંધીગ્રામ મેરામભાઇ ડાંગરને ફિંગર પ્રિન્ટ શાખા, યુનિવર્સિટીના કૃષ્ણદેવસિંહને માલવીયાનગર, ટ્રાફિકના સંજયભાઇ થોરાળા, માલવીયાના સંજયભાઇને કુવાડવા, હેડકવાર્ટરના  સંગીતાબેન વસ્તાભાઇને બી-ડિવીઝન, તાલુકાના મિતાલીબેનને એમઓબીમાં મુકાયા છે.

આ ઉપરાંત ટ્રાફિક શાખાના મુળજીભાઇ અરજણભાઇને એરપોર્ટ, ટ્રાફિકના પુર્વીબેન, ગીતાબેન, સુમિતાબેનને મહિલા પોલીસ સ્ટેશનમાં, સાયબર ક્રાઇમના રીનાબેનને ટ્રાફિક, યુનિ.ના મીનાબેનને એસસીએસટી સેલ, ટ્રાફિકના રવિભાઇ ભકિતનગરમાં, હેડકવાર્ટરના અમરદિપસિંહ અને મયુરસિંહને કમાન્ડ કન્ટ્રોલ સેલ, ટ્રાફિકના ધર્મેન્દ્રભાઇને આજીડેમ, બી-ડિવીઝનના જનકસિંહને ડીસીબી, ટ્રાફિકના કિશનભાઇ સાયબર ક્રાઇમ, માલવીયાનગરના ભાવીનભાઇ ડીસીબી, હેડકવાર્ટરના નિકુંજભાઇ, રેખાબેનને ટ્રાફિક, મહિલા પોલીસ સ્ટેશનના નેહાબેનને પાસપોર્ટ શાખા, થોરાળાના સહદેવસિંહને યુનિવર્સિટી, ટ્રાફિકના જયભાઇને લાયસન્સ શાખા, લાયસન્સ શાખાના શિલ્પાબેનને ટ્રાફિક, થોરાળાના યુવરાજસિંહ, આજીડેમના યોગેન્દ્રસિંહ અને પ્ર.નગરના પ્રદિપસિંહને પેરોલ ફરલો સ્કવોડ, એ-ડિવીઝનના જગદીશભાઇ અને ડીસીબીના મહેશભાઇને ડીસીબીમાં મુકાયા છે. (૧૪.૧૦)

 

 

સિવિલ હોસ્પિટલમાં તબીબની ફરજમાં રૂકાવટના ગુનામાં આશીષની ધરપકડ

રાજકોટ, તા.૧૯: સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર દરમ્યાન તબીબની ફરજમાં રૂકાવટ કરનાર ગોંડલ શીવરાજગઢના શખ્સને પ્રનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ગત તા.૧૫ના રોજ પી.ડી.યુ વિભાગમાં ઇમરજન્સી વોર્ડમાં ડોકટર પોતાની ફરજ પર હતા ત્યારે દર્દી ચનાભાઇ નાથાભાઇ મકવાણાને વેન્ટીલેટર પર રાખેલ હોય, તેનું ઓકસીજન લેવલ ઘટતુ હોઇ તેથી ડોકટર વેન્ટીલેટરની નળીમાં ભરાયેલ કચરો સાફ કરતા હતા ત્યારે દર્દીનું મૃત્યુ નિપજતા તેના ભત્રીજા આશીષ પ્રેમજીભાઇ મકવાણાએ ડોકટર સાથે માથાકુટ કરી ગાળો આપી ઝપટ મારી ફરજમાં રૂકાવટ કરતા પ્રનગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. આ બનાવમાં પ્રનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.પટેલ, એ.એસ.આઇ.સંજયભાઇ, હેડ કોન્સ જનકભાઇ, દેવશીભાઇ, વિજયરાજસિંહ, ચંદ્રસિંહ, હરેશભાઇ, અશોકભાઇ, અક્ષયભાઇ, મહાવીરસિંહ, યુવરાજસિંહ, કુલદીપસિંહ તથા પ્રદિપસિંહ સહિતે ગોંડલના શિવરાજગઢના આશીષ પ્રેમજીભાઇ મકવાણા (ઉ.વ.૨૩)ની ધરપકડ કરી હતી.

(4:27 pm IST)