Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

દોઢ સો ફૂટ રોડ પરશુરામ ચોકડી પાસેથી જગદીશ દારૂ સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસનો દરોડો : દારૂની ૪૦ બોટલ કબ્જે

રાજકોટ,તા. ૧૯ : નવા દોઢ સો ફૂટ રોડ પરશુરામ ચોકડી પાસે આવેલી કેબીન પાછળથી યુનિવર્સિટી પોલીસે દારૂની ૪૦ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નવા દોઢ સો ફૂટ રોડ પર પરશુરામ ચોકડી પાસે દારૂની હેરાફેરી થતી હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, બલભદ્રસિંહ, બ્રિજરાજસિંહ સહિતે દરોડો પાડી પરશુરામ ચોકડી પાસે આવેલ કેબીન પાછળથી રૂ. ૮૪૦૦ની કિંમતની દારૂની ૪૦ બોટલ સાથે જયરાજ ઉર્ફે જગો વિરજીભાઇ રોજાસરા (ઉવ.૨૬) (રહે.કણકોટ) ૨૫ વારીયા હનુમાન ડેરીની બાજુમાં મુળ ચોટીલાન રાજપરા)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:40 pm IST)