Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસે રાજકોટમાં ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કર્યુ

(કેતન ખત્રી) અમદાવાદ : આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ, ટેસ્ટ પ્રિપરેશન સર્વિસિસ સેકટરમાં રાષ્ટ્રીય લિડર છે, જેના ૨૧૫+ સેન્ટરો ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેના વિદ્યાર્થીની સંખ્યા વાર્ષિક ૨.૫ લાખથી વધુ છે.રાજકોટમાં નવું ઇન્ફોર્મેશન સેન્ટર મેડિકલ, એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરીક્ષા માટેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તમામ જરૂરી અભ્યાસક્રમો અને નજીકના સેન્ટરો સંબંધિત માહિતી આપશે. રાજકોટ ખાતે ૧૦૪, કોસ્મો સંકુલ, મહિલા કોલેજ ચોકમાં ખુલેલ આ ઇન્ફોર્મેશન સેન્ટર વિદ્યાર્થીઓને આકાશ એજ્યુકેશનલ, તેના દ્વારા ઓફર કરાતા અભ્યાસક્રમો, સ્થળો વગેરે સંબંધિત તમામ મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડશે. વિદ્યાર્થીઓને આકાશમાં મેડિકલ અને એન્જિનિયરિંગ તેમજ મૂળભૂત પાયાના અભ્યાસક્રમોની પસંદગી કરવાનો વિકલ્પ હશે.નવા ઇન્ફોર્મેશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન ચીફ ઓપરેટિંગ ઓફિસર સંદીપ ધામ, રિજનલ ડિરેકટર ડો. એચ.આર. રાવ, ડોપ્યુટી ડિરેકટર ડો. એસ.કે. વિજય દ્વારા કરવામાં આવ્યુ છે. આ ઇન્ફોર્મેશન સેન્ટરનું ઓનગ્રાઉન્ડ ઉદ્ઘાટન આકાશ ઇન્સ્ટિટ્યૂટ મણીનગર (અમદાવાદ)ના બ્રાન્ચ મેનેજર આશિષ સાતી, ઉપરાંત કંપનીના અન્ય અધિકારીઓ, શિક્ષકો અને શહેરના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું

(3:33 pm IST)