Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

રાજકોટના વકીલો દ્વારા ભારતના શહીદ જવાનોને કેન્ડલ માર્ચથી શ્રધ્ધાંજલીઃ ચીની વસ્તુનો બહિષ્કાર કરવા વકીલોની પ્રતિજ્ઞા

રાજકોટ બાર એસો. ઉપરાંત વિવિધ વકીલ મંડળોના હોદેદારો શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં જોડાયા

રાજકોટ : ચીન દ્વારા ભારતીય જવાનો ઉપર થયેલા હુમલામાં માર્યા ગયેલા આપણા  વીર જવાનોને આજે રાજકોટ બાર એસો. અને અન્ય વકીલ મંડળોના સભ્યો દ્વારા કેન્ડલ માર્ચ કરીને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. અને ચીની  વસ્તુઓનો બહિષ્કાર કરવા વકીલોએ પ્રતિજ્ઞા લીધી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ :.. ચીન દ્વારા ભારતીય જવાનો ઉપર થયેલા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રધ્ધાંજલી અર્પવા આજે રાજકોટની  કોર્ટમાં રાજકોટ બાર એસો. ના સભ્યો દ્વારા તથા અન્ય વકીલ મંડળો દ્વારા સયુંકત રીતે 'શહીદોને શ્રધ્ધાંજલી'નો કાર્યક્રમ યોજાયો હતો.

ચીન દ્વારા આપણી સરહદ ઉપર ભારતીય સૈનિકો સામે જે બર્બરતાપૂર્વક દુષ્કૃત્ય આચરેલ છે. તેને વકીલોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી મા ભોમની રક્ષા કાજે જે ર૦ જવાનોએ શહીદી વહોરી છે. તેવા શહીદ જવાનોને આજે બપોરના ૧ર કલાકે શ્રધ્ધાંજલી અર્પી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસો. ના સભ્યો ઉપરાંત વિવિધ વકીલ મંડળોના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર  શ્રી દિલીપભાઇ પટેલ રાજકોટ બાર એસો. ના પ્રમુખશ્રી બકુલ રાજાણી, એડવોકેટ શ્રી શ્યામલ સોનપાલ, રેવન્યુ બારના પ્રમુખશ્રી સી. એચ. પટેલ, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ હીતુભા જાડેજા, તુષાર બસલાણી, રાજકુમાર હેરમા, જયુભા રાણા, હેમાંગ જાની, નોટરી એસો.નાં પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા, લીગલ સેલના અધ્યક્ષ હિતેશ દવે સહિતનાએ તાજેતરમાં ચીન દ્વારા ભારતની સરહદે બર્બરતાપૂર્વક ર૦ થી વધુ વીર જવાનો ઉપર હૂમલો કરી મોત નીપજાવેલ. આ શહિદ જવાનોને આજરોજ વકીલ મંડળોએ બપોરે બાર વાગ્યે શ્રધ્ધાંજલી આપેલ હતી.

ભારતની સીમાએ ભારતના વીર જવાનો ચીનના નાપાક દુઃસાહસનો સામનો કરતા શહીદ થયેલ હતાં. આ શહીદોનું રાષ્ટ્ર ઉપર હંમેશા  રૂણ રહેશે અને આ ભારતના શહીદ સપુત સૈનિકોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાજકોટના કોર્ટના ગ્રાઉન્ડમાં વકીલો દ્વારા યોજાયેલ હતો.

આ તબકકે તમામ વકીલોએ નકકી કરેલ હતું અને  શપથ લીધેલ હતાં. ચીનમાં બનાવેલ તમામ વસ્તુઓ ખરીદ કરશે નહી અને ચીનની વસ્તુઓનો તિરસ્કાર કરવા સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે પ્રતિજ્ઞા લીધેલ હતી. હાજર રહેલ તમામ વકીલોએ શહીદ જવાનોને કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલી આપેલ હતી.

વકીલ અગ્રણીઓ જીલ્લા બાર એસો.ના એન. આર. જાડેજા, બીપીન ગાંધી, યોગેશ ઉદાણી, એ. જી.પી. સમીર ખીરા, દીલીપ મહેતા, પરાગ શાહ, કમલેશ ડોડીયા, સંદીપ  વેકરીયા, અજય પીપળીયા, રેખાબેન તુવાર, વીવેક ધનેશા, પંકજ દોંગા, પિયુષ સખીયા, વિજય રૈયાણી, કૈલાશ જાની, કેતન મંડ, સુમીત વોરા, અંશ ભારદ્વાજ વગેરે સ્મીતાબેન અત્રી, બીનલબેન રવેશીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, સિધ્ધરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ચાવડા, અરવિંદ સોલંકી, સી.પી. પરમાર, કેતન સીંધવ, મહેન્દ્ર ભાલુ, ધીરજ પીપળીયા, તુષાર ગોકાણી, સહિતના મોટી સંખ્યામાં વકીલો હાજર રહેલ હતાં.

(3:52 pm IST)