Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાજકોટમાં બાપુનગરમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને ભકિતનગર પોલીસે ઝડપી લીધા

રાજકોટઃ રાજકોટમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત લોકોને ભકિતનગર પોલીસે ઝડપી લીધા છે.

 પો. કમી. મનોજ અગ્રવાલ  તથા  જોઇન્ટ પો. કમી. અજયકુમાર ચૌધરી તથા ડીસીપી જોન-૧ રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ. રાઠોડ પૂર્વ વિભાગ તથા પો.ઇન્સ. વી.કે.ગઢવી ની સુચના અન્વયે પ્રો.હી. જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ  કરવા અન્વયે વિસ્તાર પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા  તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલ સંયુકત બાતમીના આધારે  બાપુનગર મેઇન રોડ મીરા ફર્નીચરવાળી શેરીમાં જાહેર શૌચાલય પાસે જાહેરમાં તીન પત્તી રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડવામા આવ્યા છે.

પકડાયેલા આરોપીઓમાં વાહીદભાઇ સીદીકભાઇ આલીયાણી (ઉ.૪પ) રહે. જંગલેશ્વર શેરી નં.૧પ હુશેની ચોક રાજકોટ), શબ્બીરભાઇ સુલેમાનભાઇ હીંગોળજા (ઉ.૩૦) રહે. જંગલેશ્વર શેરી નં.૬, રાજકોટ), ઇમરાનભાઇ બાબુભાઇ લંધા (ઉ.ર૯) રહે. નવયુગપરા શેરી નં.૪, રામનાથ પરા પાસે રાજકોટ), મુન્નાવરભાઇ યાકુભાઇ દાઉદાણી (ઉ.વ.રર) રહે. નવી ઘાંચીવાડી શેરી નં.૭ રાજકોટ), અલ્તાફભાઇ વલીભાઇ મોદી (ઉ.વ.૪પ) રહે. જંગલેશ્વર શેરી નં.ર૪ નુરાની ચોક, રાજકોટ), કાસમભાઇ વલીભાઇ મોદી,(ઉ.વ.૪૦) જંગલેશ્વર શેરી નં.રર નુરાની ચોક પાસે,  રાજકોટ)નો સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૬૪૩/-  તથા ગંજીપતાના પાના નંગ-પર કી. રૂ.૦૦-૦૦ મળી કુલ કીંમત રૂ. ૧૬૪૩૦  નો મુદામાલ કબજે કરેલ છે.

આ કામગીરીમાં  પો.ઇન્સ.  વી.કે. ગઢવી તથા પો.સબ ઇન્સ. પી.બી. જેબલીયા,તથા પો. હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા તથા  વિક્રમભાઇ ગમારા તથા રણજીતસિંહ પઢારીયા તથા પ્રતાપસિંહ  રાણા તથા પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા વાલજીભાઇ જાડા તથા હીતેશભાઇ અગ્રાવત  તથા રાજેશભાઇ ગઢવી તથા મનીષભાઇ શીરોડીયા રોકાયેલા હતા.

(12:15 am IST)