Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

કોઠારીયા હુડકો પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલો સાથે ડેનીશ પરમારને પકડી પાડતી ભકિતનગ પોલીસ

રાજકોટઃ પો. કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો. કમી. અજયકુમાર ચૌધરી તથા ડીસીપી જોન-૧ રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ. રાઠોડ પૂર્વ વિભાગ તથા પો.ઇન્સ. વી.કે.ગઢવી ની સુચના અન્વયે પ્રોહી. જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અન્વયે વિસ્તાર પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા  તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલ સંયુકત બાતમીના આધારે હુડકો કવાર્ટર નં.૧૪૮ હરસિધ્ધી પાનવાળી શેરી કોઠારીયા  રોડ, રાજકોટ આરોપીના રહેણાંક મકાનમાંથી ઇગલીશ દારૂની બોટલો પકડી પાડવામા આવેલ છે.

આરોપી ડેનીશ અશ્વીનભાઇ પરમાર (ઉ.વ.૧૯) (રહે. હુડકો કવાર્ટર નં.૧૪૮ હરસિધ્ધી પાનવાળી શેરી કોઠારીયા  રોડ, રાજકોટ પાસેથી મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર બેાટલ નંગ ૭ર કિ. રૂ. ૩૬૦૦૦ નો મુદામલ કબજે કરવામ આવેલ છે.

આ કામગીરીમાં પો.ઇન્સ. વી.કે. ગઢવી  તથા પો.સબ ઇન્સ.  પી.બી. જેબલીયા  તથા પો. હેડ કોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા તથા  વિક્રમભાઇ ગમારા તથા રણજીતસિંહ પઢારીયા તથા પ્રતાપસિંહ  રાણા તથા પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા તથા ભાવેશભાઇ મકવાણા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા વાલજીભાઇ જાડા તથા હીતેશભાઇ અગ્રાવત  તથા રાજેશભાઇ ગઢવી તથા મનીષભાઇ શીરોડીયા રોકાયેલા હતા.

(12:15 am IST)