Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગઢીયા નગરનો હોકર્સ ઝોન જોખમી અને ગેરકાયદેઃ પુર્વ ડેપ્યુટી મેયર મોહન સોજીત્રાની કમિશ્નરને રજુઆત

રાજકોટઃ શહેરના ગઢીયા નગર વિસ્તારમાં મેઇન રોડ ઉપર મ્યુ. કોર્પોરેશને હોકર્સ ઝોન બનાવ્યો છે તેની ઉપરથી વિજળીની ૬૬ કે.વી.ની વિજ લાઇન પસાર થઇ રહી છે જે વરસાદ અને વાવાઝોડમાં અત્યંત જોખમી બની શકે છે. કેમ કે નીચે જ હોકર્સ ઝોન છે અને તેના ઉપર રેકડી ધારકોએ મંડપ-છાજલીઓ નાખી છે. આ સંજોગોમાં મોટો અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી માંગ સાથે પુર્વ ડે. મેયર મોહન સોજીત્રાએ સ્થાનીક ીલતાવાસીઓને સાથે રાખી મ્યુ. કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે. તસ્વીરમાં રજુઆત કરનારા લતાવાસીઓ સાથે મોહનભાઇ સોજીત્રા દર્શાય છે. ઉપરની તસ્વીરમાં હોકર્સ ઝોનનું રોડ ઉપર દબાણ દર્શાય છે.

(4:11 pm IST)