Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

હરિવંદના કોલેજની અનોખી પહેલઃ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છાત્રોને છોડ આપી સ્વાગત

રાજકોટ,તા.૧૯: એકવીસમી સદીમાં વિશ્વએ જયારે ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. ત્યારે વિશ્વ સમક્ષ પ્રકૃતિ અને પર્યાવરણ અને પ્રકૃતિ એક વિકટ પ્રશ્ન બનતો જાય છે. જે સમસ્યાને સામે લડત આપવા, પર્યાવરણ તથા પ્રકૃતિને વધુ સમૃધ્ધ બનાવવાના ઉમદા ઉદેશ્યથી હરિવંદના કોલેજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી.

હરિવંદના કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી પોતાની ઉચ્ચ શિક્ષણ યાત્રાનો શુભારંભ કરતાં વિદ્યાર્થીઓનું છોડ અનોખુ ઉષ્માભર્યું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું. દરેક વિદ્યાર્થી દ્વારા માત્ર એક છોડનું જતન કરવામાં આવે ત્યારે ''ટીપે ટીપે સરોવર ભરાય''ની કહેવતને સાર્થક કરતો આ પ્રયાસ સફળ બને. પર્યાવરણ અને પ્રકૃતિના જતન તથા હરિયાળી ક્રાંતિને વેગ આપતી સરકારશ્રીની પરિકલ્પનાને સિધ્ધ કરવા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક નાનકડો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો.

હરિવંદના કોલેજના સ્થાપક સંચાલક ડો.મહેશભાઈ ચૌહાણ તથા કોલેજના યુવા કેમ્પસ ડાઈરેકટર ડો.સર્વેશ્વરભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રિન્સિપાલ ડો.નટુભાઈ ચૌહાણ સહિત વિવિધ વિભાગોના વડા ડો.અશ્વિનભાઈ રાઠોડ, વિશાલભાઈ વસા, ડો. એલ.એસ.સૈયદ, રક્ષાબેન મહેતા, ડો.હેમાંગભાઈ જાની તથા સાગરભાઈ પટેલ સાથે તમામ સ્ટાફ મિત્રોએ અનેરી જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:09 pm IST)