Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વિશ્વ યોગ દિને શુક્રવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે યોગાનો વિશેષ કાર્યક્રમ

સંચાલિકા યોગા માસ્ટરમાં પ્રેમ નંદિતા (નીના જોષી)

રાજકોટ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર નીતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન - કિર્તન, ગીત- સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર - નવાર ઉજવવામાં આવે છે.

આગામી ૨૧ જૂનના શુક્રવારે વિશ્વ યોગ દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાંજે ૬:૩૦ થી ૮ દરમિયાન ઓશો સન્યાસીની તથા યોગા માસ્ટરમાં પ્રેમ નંદિતા (નીના જોષી) દ્વારા વિવિધ યોગા કરાવશે. તથા યોગા વિશેની સમજણ આપશે. નીના જોષીએ યોગા પર ડીપ્લોમા કોર્ષ કરેલ છે. હાલમાં તેઓનો યોગા પર પીએચડીનો અભ્યાસ ચાલુ છે. તેઓએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ૩ ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન પણ કરેલ છે.

અત્રે એ નોંધવુ જરૂરી છે કે તેઓ ઘણા સમયથી રેસકોર્ષમાં આવેલ કલ્પના ચાવલા મહિલા ગાર્ડનમાં મહિલાઓને દરરોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમિયાન મહિલાઓને નિઃશુલ્ક યોગા કરાવે છે અને સમજણ આપે છે. જેમાં દરેક મહિલા આવી શકે છે અને યોગાનો લાભ મળે છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ડી માર્ટની પાછળની શેરી, વૈદવાડી શેરી નં.૪ રાજકોટ.

વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ-૯૮૨૪૮ ૮૬૦૭૦.

(3:46 pm IST)