Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાજકોટમાં રૂદ્રાક્ષ પ્રદર્શનનો પ્રારંભ

૧ થી ૨૧ મુખી બીડસ અને સ્ફટીક માળાનું અદ્દભુત કલેકશનઃ જુના રૂદ્રાક્ષની વિનામુલ્યે ચકાસણી

રાજકોટ,તા.૧૯: વિશ્વપ્રસિધ્ધ સંસ્થા રૂદ્રલાઈફ, મુંબઈ દ્વારા અલભ્ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન રાજકોટમાં એક સાથે કરવામાં આવ્યું છે. રૂદ્રલાઈફ સંસ્થા દ્વારા વિશ્વભરમાં ૮૫૦થી પણ વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષની સિધ્ધમાળા, અનન્ય ઈન્દ્રમાળા જેન્યુઈન કલેકટર ૧ થી ૨૧ મુખી બીડ્સ તથા સ્ફટીકમાળાનું અદ્દભુત કલેકશન ઉપલબ્ધ  રહેશે. સૌ પ્રથમવાર રૂદ્રલાઈફ દ્વારા ખાસ આકર્ષક કિંમતો રજુ કરવામાં આવી છે.

 

ભારતભભરમાં રૂદ્રલાઈફ સંસ્થા ISO 9001-2015 લેબ ટેસ્ટેડ, સર્ટીફીકેટ સાથે રૂદ્રાક્ષ ઉપલબ્ધ કરાવે છે. હેલ્થ પર્સનાલીટી તથા ગ્રોથ માટે તજજ્ઞ શ્રી તનય સીઠાની નિષ્ણાત ટીમ દ્વારા રૂદ્રાક્ષ કોમ્બીનેશન અંગે માર્ગદર્શન મળશે. જુના  રૂદ્રાક્ષની ચકાસણી પણ વિના મૂલ્યે કરી અપાશે.

તા.૧૯ થી ૨૧ જુન સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી સ્થળઃ  ધી સેન્ટોસા હોટલ, ડો.યાજ્ઞીક રોડ, રેસકોર્ષ પાસે મો.૯૩૨૨૭ ૯૧૨૧૮.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂદ્રલાઈફ દ્વારા રૂદ્રાક્ષ થેરાપીના ઉપચારની પાંચ મેડીકલ પેટર્ન રજીસ્ટર્ડ કરાવવામાં આવેલી છે. નાસીક, ત્રંબકેશ્વર ખાતે ભારતનું સર્વ પ્રથમ રૂદ્રાક્ષ મ્યુઝીયમ રૂદ્રાલાઈફ દ્વારા પ્રસ્થાપીત કરવામાં આવી રહ્યું છે. રૂદ્રાક્ષની સંપૂર્ણ માહિતીના ખજાના સમાન પુસ્તક પાવર ઓફ રૂદ્રાક્ષ અંગ્રેજી અને હીંદી ભાષામાં રૂદ્રલાઈફ દ્વારા રજુ કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:45 pm IST)