Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાજકોટ લોહાણા પીટીસી કોલેજની ત્રણ છાત્રા ગુજરાત ટોપ ટેનમાં સ્થાન પામી

રાજકોટ : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા મે-૨૦૧૯માં લેવાયેલી ડી.એલ.એડ. (પીટીસી) ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં રાજયના ટોપ ટેનમાં લોહાણા પીટીસીની ત્રણ તાલીમાર્થી બહેનો તથા રાજકોટ કેન્દ્રમાં દશ બહેનોએ સ્થાન મેળવ્યું છે.તેમાં રાજયકક્ષાએ સાકરિયા શ્રધ્ધા વસંતભાઇ ૯૦.૯૦% સાથે આઠમુ સ્થાન અને જિલ્લામાં પ્રથમ સ્થાન, ડાંગર સંજનાબેન જેઠાભાઇ અને કુકડિયા શીલ્પાબેન સામંતભાઇ બંને બહેનો ૯૦.૬૦% સાથે દશમાં સ્થાન અને જિલ્લામાં ત્રીજા સ્થાન સાથે ઉતિર્ણ થઇ સંસ્થા અને પરિવારનું ગોૈરવ વધારેલ છે. લોહાણા અધ્યાપનની ૭૬ બહેનોએ પરીક્ષા આપેલ, તેમાંથી ૪ બહેનો ૯૦% ઉપર, ૬૧ બહેનો૮૦%  ઉપર, ૧૦ બહેનો ૭૦% ઉપર તથા ૧ બહેન ૬૦% ઉપર ઉતીર્ણ થયેલ છે ઉજ્જવળ પરિણામ  લાવવા બદલ સંસ્થાના ઉપપ્રમુખ ધિમંતભાઇ  ઘેલાણી, માનદ્મંત્રી રામભાઇ બરછા, ટ્રસ્ટી સરોજબેન બરછા, કમીટી મેમ્બર વીણાબેન પાંધી, ડો. દમયંતિબેન ગણાત્રા, જાગૃતિબેન ઘેલાણી તથા અલ્પાબેન બરછા, મેનેજર સંજયભાઇ જાદવ, પ્રિન્સીપાલ રશ્મિબેન મજીઠીયા તથા તમામ સ્ટાફગણે હાર્દિક અભિનંદન પાઠવેલ છે.

(3:37 pm IST)