Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગુજરાતી ફિલ્મના કેમેરામેન હિતેશ ટાટમિયાને સીને લાઇફ દ્વારા એવોર્ડ

રાજકોટ : ગુજરાતીમાં સૌ પ્રથમ વેબસીરીઝ 'જગત કલ્યાણી માં ખોડીયાર' ના કેમેરામેન હિતેશ ટાટમીયાને સીને લાઇફ દ્વારા ગુજરાતી ફિલ્મના બેસ્ટ કેમેરામેન તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ તકે બધા કલાકારો, ટેકનીશ્યનો વતી સીરીજના લેખક દિગ્દર્શક વલ્લભ સોજીત્રાએ તેમનું સાલ ઓઢાડી સન્માન કરેલ. સીરીજના કલાકારો નિરાલી ટાંક, રીયા સામાણી, ભીખુદાન ખરેડ, યુનુસ શેખ, મહેન્દ્ર શાહ, પ્રોડયુસર રાજભા ગોહીલ, આ.કેમેરામેન રમેશભાઇ જાદવાણી, લાલુદાન ગઢવી વગેરેએ પણ હિતેશ ટાટમીયાનું અભિવાદન કરેલ. ઉલ્લેખનીય છે કે ૧૯૮૬ માં માત્ર ૧૫ વર્ષની વયથી કલાની કેડી કંડારનાર હિતેશભાઇ (મો.૯૫૭૪૨ ૪૦૧૨૦) એ સંઘર્ષકાળ દરમિયાન પ્રથમ અંગ્રેજી ટેલીફિલ્મ 'બિહાઇન્ડ ધ રિજલ્ટ' માં કેમેરામેન તરીકે શ્રીગણેશ કરેલ. આ ફિલ્મને અમેરીકામાં હીટ ફિલ્મ તરીકે બીજો નંબર મળ્યો હતો. અહીંથી કેમેરામેન તરીકે યાત્રા શરૂ કરનાર હિતેશભાઇએ અત્યાર સુધીમાં ૨૦૦ થી વધારે હીટ આલ્બમો અને ૫૦ થી વધુ ટેલી ફિલ્મો કરી છે. તેમાની 'લખા ભગત' તેમની શ્રેષ્ઠ ટેલી ફિલ્મ રહી છે.

(3:37 pm IST)