Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા ક્ષત્રિય સમાજની વિશિષ્ઠ વ્યકિતઓનું ૧૫માં સ્કીલ એવોર્ડ સેરેમનીમાં રવિવારે ભવ્ય સન્માન

ક્રિકેટ, હેન્ડબોલ એથ્લેટીકસ, ટેનીકોઈટ, ઉંચી કુદ, બરછી ફેંક, ગોળા ફેંક, રોલર સ્કેટીંગ, કાર રેસીંગ, રાઈફલ શૂટીંગ, તલવારબાજી સહિતની રમતગમત ઉપરાંત યોગાશન, આર્ટ, એનસીસી, આરડીસીમાં મહત્વનો દેખાવ કરનાર ૬૦થી વધુ ભાઈ-બહેનોનું મહાનુભાવો દ્વારા અભિવાદન

રાજકોટ, તા. ૧૯ :. મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન-રાજકોટ પ્રેરિત ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રિય પરિવાર-રાજકોટ દ્વારા આયોજીત સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાનો પંદરમો સ્કીલ એવોર્ડ સેરેમની-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૨૩-૬-૨૦૧૯ને રવિવારના હેમુ ગઢવી નાટયગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે બપોરના ૨.૩૦ થી ૬.૦૦ કલાક દરમિયાન કરવામાં આવેલ છે. આ ભવ્ય કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના સર્વ ભાઈઓ-બહેનો અને યુવાનોને પરિવાર સાથે પધારવા માટે સંસ્થાનના પ્રમુખ શ્રી ડો. યોગરાજસિંહ ગંભીરસિંહજી જાડેજા (જાબીડા) દ્વારા હૃદયપૂર્વક જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.

આ સ્કીલ એવોર્ડ સેરેમની કાર્યક્રમમાં એજ્યુકેશન ફિલ્ડ સિવાયના તમામ ક્ષેત્રો જેવા કે રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, સ્પોર્ટસમાં નેશનલ લેવલે તેમજ ઈન્ટરનેશનલ લેવલે રમેલા ખેલાડીઓ, એન.સી.સી. 'સી' સર્ટીફીકેટમાં (એ ગ્રેડ તેમજ બી ગ્રેડ ૨૦૧૮) તેમજ ૨૬ જાન્યુઆરીની દિલ્હી ખાતેની પરેડમાં ભાગ લીધેલા કેડેટ, બ્રેવરી એવોર્ડ, શ્રેષ્ઠ વ્યાપાર ક્ષેત્રે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ પ્રાઈવેટ અને સરકારી નોકરી દરમિયાન નેશનલ લેવલ તેમજ ઈન્ટરનેશનલ લેવલે કરેલ પ્રદર્શન, ગુજરાત ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ આવેલ પ્રથમ, દ્વિતીય અને તૃતિય જેમ કે લોકકલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા, ઈતિહાસ, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપણા ક્ષત્રિયત સમાજનાં ભાઈઓ અને બહેનોને સન્માનીત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં જીપીએસસી પરીક્ષા (૨૦૧૪ થી ૨૦૧૯) પાસ કરી કલાસ-૧ અને ૨ ઓફિસર બનનાર સમાજનું ગૌરવ વધારનાર ક્ષત્રિય સમાજના આશરે ૬૦થી વધારે ભાઈઓ-બહેનોનું સન્માન કરવામાં આવશે તેમજ ક્રિકેટ, હેન્ડબોલ, એથ્લેટીકસ, ટેનિકોઈટ, ઊંચી કુદ, બરછી ફેંક, ગોળા ફેંક, થ્રી બોલ, રોલર સ્કેટીંગ, કાર્ટ રેસિંગ, રાઈફલ શૂટીંગ, તલવારબાજી, સોફટ બોલ, બાસ્કેટ બોલ, સોફટ ટેનિસ, રાષ્ટ્રપતિ ચંદ્રક, હેમર થ્રી, ચક્ર ફેંક, ડીસ થ્રો, વિઘ્ન દોડ, ૭૫ પ્લસ એથાલીટીકસ, કરાટે, હોકી, ફૂટબોલ, કબડ્ડી, યોગાસન, આર્ટ, લલિતકલા, ચિત્રકલા, ફોટોગ્રાફી, સ્કાઉટ, ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ દિલ્હી ખાતે એનસીસી-આરડીસી પરેડમાં ભાગ લેનાર તેમજ મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ એચિવમેન્ટ મેળવનારા અંદાજે ૭૫ થી વધારે ક્ષત્રિય સમાજના ભાઈઓ-બહેનોનું સ્કીલ એવોર્ડ અર્પણ કરી અદકેરૂ સન્માન સંસ્થાન તરફથી કરવામાં આવનાર છે.

કાર્યક્રમના પ્રમુખ સ્થાને શંકરસિંહ વાઘેલા (પૂર્વ મુખ્યમંત્રી), ગુજરાત રાજ્ય, રાષ્ટ્રીય મહામંત્રી એનસીપી, મુખ્ય અતિથિ વિશેષ સ્થાને ધર્મેન્દ્રસિંહજી જાડેજા (હકુભા) રાજ્ય કક્ષાના મંત્રી, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા, કુટીર ઉદ્યોગ, વીરેન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય, માંડવી કચ્છ-પ્રમુખ કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ, ડો. સી.જે. ચાવડા ધારાસભ્ય-ગાંધીનગર ગુજરાત રાજ્ય, શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહજી વાઘેલા પ્રદેશ પ્રમુખ-ગુજરાત મહિલા કોંગ્રેસ, રાજકોટ. શ્રી અશોકસિંહજી પરમાર પૂર્વ નાયબ સચિવશ્રી-ગાંધીનગર, કિશોરસિંહજી સોલંકી-પૂર્વ ચેરમેન જીએનએફસી, સુવિખ્યાત સાહિત્યકાર ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા ડો. યોગરાજસિંહ જી. જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (મંજલ), ભૂપેન્દ્રસિંહ એમ. વાઘેલા (બંધીયા), ડો. જીગરસિંહ બી. જાડેજા (બાવરીયા), હરપાલસિંહ કે. જાડેજા (માણેકવાડા), રાજેન્દ્રસિંહ જે. ઝાલા (રતનપર), કુલદિપસિંહ એન. રાઠોડ (ઈડર), દિલીપસિંહ આર. ગોહીલ (પચ્છેગામ), ભરતસિંહ આર. રાણા (અડવાળ), બકુલસિંહ જી. જાડેજા (મોટી-વાવડી), સત્યપાલસિંહ પી. જાડેજા (મોટી-વાવડી), પ્રવીણસિંહ એમ. જાડેજા (સમાઘોઘા), ધર્મવીરસિંહ આર. જાડેજા (જીલરીયા), ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર), રાજેન્દ્રસિંહ આર. જાડેજા (પીપરડી), નરેન્દ્રસિંહ આર. રાણા (ભરાડા), શકિતસિંહ જી. વાઘેલા (ભાડેર), સિદ્ધરાજસિંહ કે. જાડેજા (ડેરી) તેમજ સર્વ સાથી મિત્રો અને સંકલન સમિતિના સદસ્યશ્રીઓ જહેમત   ઉઠાવી રહ્યા છે.

(3:36 pm IST)