Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

કામ બાબતે માતાએ ઠપકો આપતાં ઉમેશે હાથમાં બ્લેડથી કાપો મારી લીધો

પુનિતનગરના મરાઠી યુવાનને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૧૯: ગોંડલ રોડ પુનિતનગર વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં ઉમેશ ગોવિંદભાઇ કામલીયા (ઉ.૨૪) નામના મરાઠી યુવાને રાત્રે જમણા હાથમાં બ્લેડથી કાપો મારી લેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસને જાણ કરી હતી.

ઉમેશ બે ભાઇમાં નાનો છે અને કારખાનામાં મજૂરી કરે છે. બે-ત્રણ દિવસથી તે કામે જતો ન હોઇ માતા સિંદુબેને ઠપકો આપતાં માઠુ લાગી જતાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.

 

(3:12 pm IST)