Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

મકનસરમાં મદારી પરિવારના આવાસોના સ્લેબ માટે દાતા-સ્વૈચ્છિક સંસ્થાઓને નમ્ર અપીલ

રાજય સરકાર અને સમાજ કલ્યાણ વિભાગે દિવાલો બનાવી દીધી : છેવાડાના માનવીનો પરીવાર ઝંખે છે... સહાય

રાજકોટ તા. ૧૫ : ખેલ કરીને જીવન ગુજરો કરતા મદારી પરીવારોને પાકો આશરો મળે તેવા હેતુથી સમાજ કલ્યાણ ખાતા દ્વારા મકાન બનાવવા દિવાલો તો બનાવી આપી પરંતુ હવે સ્લેબ માટે દાતાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહાય કરે તેવી નમ્ર અપીલ કરી છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લાભાર્થી મદારી પરીવારોએ જણાવેલ કે અમોને રાજય સરકાર દ્વારા મોરબી તાલુકાના મકનસર ખાતે મકાન બનાવી અપાયા છે.  સમાજ કલ્યાણ વિભાગ મોરબીએ ખૂબ સહયોગ આપ્યો છે. સરકાર અને સમાજ કલ્યાણનો સહયોગ મળતા મદારી પરિવારે આભારની લાગણી વ્યકત કરી હતી.

તેમ છતા હાલ ૨૫ જેટલા મદારી પરીવારો આવા ખાલી દિવાલ ઉભા કરી દેવાયેલ મકાનોમાં આશરો લઇ રહ્યા છે. કોઇએ માથે તાલપત્રી ઢાંકી તો કોઇએ કંતાન કોથળા ઢાંકીને રહેવા જેવુ કરી લીધુ છે.

રોજે રોજ ખેલ કરીને રોજનું કમાઇ રોજ ખાનાર આ ગરીબ મદારી પરીવારો એક વર્ષથી આવી હાલતમાં આશરો લઇ રહ્યા  છે. એક તરફ સાપના ખેલ બંધ કરી દેવાતા રોજી રોટી ઉપર પણ પાટુ પડયુ છે ત્યારે સારો આશરો આપવામાં પણ સરકારે મદદ કરી છે. તેમાં સમાજ કલ્યાણ વિભાગના  અધિકારી શ્રી કે.જી. વણઝારા અને રાજય સરકારે ખૂબ સહયોગ આપ્યો છે.

માથે ચોમાસુ ઝળુંબી રહ્યુ છે. મદારી પરીવારના બાલ બચ્ચા રઝળી પડે તે પહેલા મકાનનું કામ પૂર્ણ કરવા દાનવીર દાતાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને નમ્ર અપીલ કરી છે.

રજુઆતમાં બાડનાથ બામણીયા, અરવિંદનાથ સોલંકી, જાલમનાથ ભાટી, રમતુનાથ રાઠોડ, સારૂખનાથ રાઠોડ, રમતુનાથ પઢીયાર, જોગનાથ પરમાર, જાનનાથ ભાટી, કુંવરનાથ ભાટી, સારૂખનાથ પઢીયાર, રતનનાથ સોલંકી, મેનનાથ પઢીયાર, ભીખનાથ સોલંકી, દીલીપનાથ બામણીયા, કરમશીનાથ બામણીયા, ખોડાનાથ બામણીયા, જવેરનાથ રાઠોડ, રડીબેન બામણીયા, ધારૂનાથ બામણીયા, મુન્નાનાથ પરમાર, મેરૂનાથ બામણીયા, નાગનાથ રાઠોડ, જાલમનાથ ચૌહાણ, જાલમનાથ ભાટી વગેરે સાથે જોડાયા હતા.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કુંવરનાથ મીઠુનાથ સોલંકી (મો.૯૬૩૮૭ ૪૬૮૯૮), જાલમનાથ મીઠુનાથ ભાટી, ગુલાબનાથ નથુનાથ બામણીયા, રમતુનાથ પારસનાથ રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:11 pm IST)