Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

BSNLના બ્રોડબેન્ડમાં સ્પીડ નહિ મળતા રાજકોટના હજારો ગ્રાહકોમાં દેકારોઃ અધીકારી સુત્રો ''ના'' પાડે છે!!

બીલ ભરવા સમયે અનેક ગ્રાહકોને કડવો અનુભવઃ લોકો હવે અન્ય ખાનગી કંપની તરફ વળ્યા...

રાજકોટ તા. ૧૯: રાજકોટ ટેલીકોમનું બ્રોડબેન્ડનું તંત્ર છેલ્લા એક અઠવાડીયાથી ધાંધીયા કરી રહ્યાની રાજકોટના સેંકડો-હજારો ગ્રાહકોમાં ફરિયાદો ઉઠી છે. જેવું શરૂ કરો કે સ્પીડ ન હોય, કોઇ કલીક થતું જ નથી, અને ચકેરડુ ફર્યા રાખતું હોવાની ફરીયાદો બ્રોડબેન્ડ ગ્રાહકો કરી રહ્યા છે.

અમુક ગ્રાહકોએ અધીકારીઓનું-જવાબદારોનું ધ્યાન દોર્યું પણ અધીકારી સુત્રો જણાવી રહ્યા છે કે, આવી કોઇ ફરીયાદ અમને મળી નથી, બ્રોડ બેન્ડની સ્પીડ બરોબર જ ચાલે છે, કોઇ ફોલ્ટ કે કેબલમાં વિક્ષેપ આવું કાંઇ નથી.

તાજેતરમાં BSNL નું બીલ ભરવા ગયેલા અનેક ગ્રાહકોને કડવો અનુભવ થયો હતો, હાજર રહેલ જવાબદાર અધીકારીએ એવું જણાવેલ કે, જુઓ સ્પીડ સાવ ધીમી છે, અમે પણ લાચાર બની ગયા છીએ, આ અધીકારી કટાક્ષમાં એવું બોલ્યા હતા કે, BSNL ની બ્રોડ બેન્ડ સેવા હવે જીઓમાં આવી જાય તો નવાઇ નહીં.

સાવ ધીમી સ્પીડને કારણે સંખ્યાબંધ ગ્રાહકો કંટાળ્યા છે, અને અન્ય ખાનગી કંપનીનો બ્રોડ બેન્ડ અંગે લાભ લેવા તરફ વળે તો નવાઇ નહીં તેમ ચર્ચાય રહ્યું છે.

(3:10 pm IST)