Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગાયત્રીનગરમાં વરલીનો જુગાર રમાડતા બે શખ્સો પકડાયા

ગોપાલ જોષી અને મીલન માત્રાવડીયાની ધરપકડ

રાજકોટ તા. ૧૯: હુડકો પાસે ગાયત્રીનગર મેઇન રોડ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ, દેવાભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, રાજેશભાઇ, અને હિતેષભાઇ અગ્રાવત સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમીના આધારે ગાયત્રીનગર મેઇન રોડ જીવરાજ હોસ્પિટલ પાસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા ગોપાલ વેજાભાઇ જોષી (ઉ. ૪ર) (રહે. ખીરસરા ગામ પાસે નવાગામ) અને મીલન જેન્તીભાઇ માત્રાવડીયા (ઉ.૬૦) (રહે. રાજનગર આર.એમ.સી. કવાર્ટર) ને પકડી લઇ રૂ. ૬પપ૦ની રોકડ સહિત રૂ. ૧૧પપ૦ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી જયારે ઢેબર કોલોનીમાં રહેતી જીન્નત સીદીકભાઇ માણેક નાશી જતા તેની શોધખોળ આદરી છે.

(3:08 pm IST)