Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક જ પ્રશ્નની ચર્ચા

કેન્દ્રમાંભાજપનીસરકારની ફરી સતામાં આવતા વડાપ્રધાનને અભિનંદન,વાવાઝોડામાં ગુજરાત સરકારની સફળ કામગીરી અને ભાદરમાં નર્મદા નીર અવતરણ બાબતે અભિનંદનનો ઠરાવ : સુરત આગ દુર્ઘટનાના દિવગંતોને શ્રધ્ધાંજલી આપવા શોક ઠરાવ : આવાસ યોજનાનું નામકરણ, જમીન સહીતની ૮ દરખાસ્તો મંજુર

રાજકોટ, તા., ૧૯: મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જનરલ બોર્ડનો  મેયર બિનાબેન આર્ચાયની અધ્યક્ષતામા આજે  સવારે ૧૧ વાગ્યે ં પ્રારંભ થયો છે. જેમાં જમીનની ૫ જેટલી દરખાસ્તો સહિત કુલ ૯ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાયા હતા અને ૩ અભિનંદન ઠરાવ તેમજ ૧ શોક ઠરાવ  કરવામાં આવેલ.  આ જનરલ બોર્ડમાં ભાજપના ૧૨ કોર્પોરેટરોએ પુછેલા ૧૫ જેટલા અને કોંગ્રેસના ૯ કોર્પોરેટરોએ પુછેલા ૨૬ જેટલા એમ કુલ ૨૧ કોર્પોરેટરોએ પુછેલા ૪૧ પ્રશ્નો પૈકી માત્ર એક પ્રશ્નની જ ચર્ચા થઇ હતી.

એજન્ડામાં પ્રસિદ્ધ થયેલ વિગત મુજબ  આજે મળનાર જનરલ બોર્ડમાં પોપટપરામાં આવાસ યોજનાનુ નામકરણ, કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળની આવાસ યોજનાનું નામકરણ, રૈયા ચોકડી બ્રીજનું નામકરણ કરવા, ભાવનગર રોડ કપાતના ૩ અસરગ્રસ્તોને વૈકલ્પીક વળતર આપવા, ગાંધી મ્યુઝિમય માટે બનાવાયેલ ખાનગી કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેકટરની નિમણૂક કરવા, મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા અને સફાઈ કામદારોની ભરતીના નિયમો સહિતની દરખાસ્તોનો નિર્ણય લેવાયો હતો.

શોક ઠરાવ

આજના જનરલ બોર્ડમાં સુરતના દિવંગંતોને શ્રધ્ધાંજલી આપવા શોક ઠરાવ થયેલ. જેમાં જણાવાયું હતું કે,  સુરત શહેરમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષ ખાતે આગ લાગવાને કારણે, અભ્યાસ કરતા નિર્દોષ વિદ્યાર્થીઓ અકાળ મોતને ભેટેલ છે. જે ખુબ જ દુઃખદ ઘટના છે. રાજકોટ મહા નગરપાલિકાની આજની આ સામાન્ય સભા ઊંડા દુઃખની લાગણી અનુભવે છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે તેમજ સદગતના પરિવાર પર આવી પડેલ આ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.

વાવાઝોડામાં રાજય સરકારની સફળ કામગીરીને અભિનંદન

અરબી સમુદ્રમાં ડીપ્રેશનને કારણે સમુદ્રી તોફાન એટલે કે, વાયુ વાવાઝોડું ત્રાટકે અને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભયંકર ખાના ખરાબી સર્જાય તેવી હવામાન ખાતાની આગાહી હતી. જે આગાહીના અનુસંધાને, રાજયના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા અગમચેતી વાપરી, ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં લશ્કરી તેમજ અર્ધ લશ્કરી ટુકડીઓ, તરવૈયાઓ, રાહત છાવણીઓ, ફૂડ પેકેટ સહિતની તમામ તૈયારીઓ કરી, કોઈ જાનહાનિ ન થાય તે અંગેનું આગોતરૂ આયોજન કરવામાં આવેલ.  વાવાઝોડાના  ખતરા સામે, આગોતરૂ આયોજન કરવા બદલ રાજયના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ વિગેરેનો આજની આ સામાન્ય સભા ખુબ ખુબ આભાર માને છે.

ભાદરમાં નર્મદા અવરતરણ અંગે રાજય સરકારને અભિનંદન

રાજકોટના પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સૌની યોજના  હેઠળ આજી-૧ ડેમ, ન્યારી-૧ ડેમને જોડવામાં આવેલ અને જરૂર મુજબનો તબક્કાવાર  પાણીનો જથ્થો ઠાલવવામાં આવેલ. આ ઉપરાંત, સૌની યોજના હેઠળ ભાદર ડેમને જોડવામાં આવેલ છે અને ૨ દિવસ પહેલા જ નર્મદાના પાણી ભાદર ડેમમાં અવતરણ થઇ ગયેલ છે. જેના કારણે રાજકોટ, ગોંડલ, જેતપુર સહિતના શહેરો અને આસપાસના વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા દુર થયેલ છે. નર્મદાના પાણી અવતરણની આ કામગીરી ખુબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરવા બદલ રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તમામ મંત્રી મંડળને આજની આ સામાન્ય સભા રાજકોટની પ્રજા વતી અભિનંદન પાઠવે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારને અભિનંદનનો ઠરાવ

તાજેતરમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાયેલ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ લોકસભાની આ ચુંટણીમાં ભારતીય જનતા પક્ષ અને એન.ડી.એ. એ જંગી બહુમતી મેળવેલ છે. તે માટે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમજ ગુજરાત રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકો પણ ભારતીય જનતા પક્ષે મેળવેલ છે. તે માટે રાજયના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આજની આ સામાન્ય સભા ખૂબ ખૂબ અભિનંદન આપે છે.(

(3:04 pm IST)