Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજકોટના બિલ્ડરને વ્યાજચક્રનાં કેસમાં ફસાવવાના ગુનામાં આરોપીની રીમાન્ડ રદ

રાજકોટ, તા.૧૯: કરોડો રૂપીયાના વ્યાજના વિષચક્રમાં ફસાઇને ગામ છોડી ભાગી ગયેલ બીલ્ડર વલ્લભભાઇ સીદપરાના પુત્રએ ૨૭ વ્યાજખોરો સામે કરેલ ફરીયાદના કામે પકડાયેલ આરોપી કિશોર ગોપાલભાઇ આરદેસણા પાસેથી અસલ દસ્તાવેજો કબ્જે કરવા તથા અન્ય ૨પ આરોપીઓને પકડવાના મુદા પર મંગાયેલ રીમાન્ડ અરજી અદાલતે કબ્જે કરવા તથા અન્ય ૨પ આરોપીઓને પકડવાના મુદા પર મંગાયેલ રીમાન્ડ અરજી અદાલતે ફગાવી દીધેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં કેશવ રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઇ સીદપરા દ્વારા પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતું કે, તેમના પિતા વર્ષોથી જમીન-મકાનનો ધંધો કરે છે અને તેમની નાણાંની જરૂરીયાત ઉભી થતા વર્ષ-૨૦૧૩થી જુદા જુદા લોકો પાસેથી ૧૦ થી ૨૦ ટકા રકમ વ્યાજે લીધી હતી અને બાદમાં જમીન મિલ્કતો લખાવી લીધા હતા. મુદલ ઉપરાંત ૧૩.૧૭ કરોડ વ્યાજ ચુકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ અટકવાનું નામ ન લેતા તેમના પિતાને ઘર છોડવાની ફરજ પડી હતી.

અત્રે ઇન્દિરા સર્કલ પાસે ઓમ પેલેસમાં રહેતાં કિશોર આરદેસણા અને જીતેન્દ્ર આરદેસણા વિગેરે ૨પ સામે આઇપીસી ૩૨૭, ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૪૦૬, ૪૨૦, ૫૦૬ (ર), ૧૨૦ (બી), ૩૪, મનીલેન્ડ એકટની કલમ-પ, ૪૦, ૪૨, મુબજ ગુનો નોંધી આરોપી કિશોર ગોપાલભાઇ આરદેસણા તથા કરમણ પોલાભાઇ ગોરસીયાની ધરપકડ કરેલ હતી.

પોલીસે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી પોલીસ તપાસમાં આરોપીઓ સહયોગ આપતા ન હોય તેમજ આરોપી કિશોર પાસેથી અસલ દસ્તાવેજો કબ્જે કરવાના બાકી છે તથા આરોપી કિશોરના ભાઇ જીતેન્દ્ર સહિતના અન્ય ૨પ ઇસમોને પકડવાના બાકી હોય જે ઇસમોના સરનામા આરોપી જણાવતો ન હોય તેમજ આરોપીએ ફરીયાદી તથા તેના પરીવારજનો પાસેથી લખાવી લીધેલ મીલ્કતોના અસલ રજીસ્ટર્ડ દસ્તાવેજો રજૂ કરવાનુ કહેલ હોવા છતાં રજૂ કરતા ન હોય તે તમામ કાર્યવાહી કરવા માટે આરોપી કિશોર ગોપાલભાઇ આરદેસણાની ૩ દિવસની પોલીસ કસ્ટડી એટલે કે રીમાન્ડ માંગેલ હતા.

તમામ પક્ષકારોની લંબાણપૂર્વકની દલીલોના અંતે અદાલત એવા તારણ ઉપર આવેલ કે પોલીસે જે કોઇ દસ્તાવેજો કબ્જે કરવા માટે રીમાન્ડ માંગેલ છે તે દસ્તાવેજોની નકલો આરોપી દ્વારા પોલીસને પુરી પાડવામાં આવેલ છે તેમજ પોલીસે રીમાન્ડ માટે જે કારણો દર્શાવેલ છે તે કારણોસર રીમાન્ડ મળી શકે નહી તેવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા હાલના કેસના સંજોગોને સંપૂર્ણપણે લાગુ પડે છે જેથી પોલીસ દ્વારા મીકેનીકલી રીમાન્ડ માંગવામાં આવેલ હોવાની ટકોર કરી પોલીસની વિશેષ કસ્ટડીની રીમાન્ડ અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં આરોપી કિશોરભાઇ ગોપાલભાઇ આરદેસણા વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, ક્રિષ્ના ગોર રોકાયેલા હતા. (૨૩.૬)

(4:03 pm IST)