Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

શનિવારે ભીમ અગીયારસે ''ગૌવંદના-શ્વાન વંદના''

૧૦૦૧ કિલો લાડુ, ર૧ ગુણ ખોળ, રપ૧ કિલો બુંદી, ૧૦૧ કિલો ગાંઠીયા, ૧૦૦૧ લીટર દૂધ, ૧૦ હજાર રોટલી પશુ-પંખીઓને ખવડાવાશે

રાજકોટ, તા. ૧૯ :  દર વર્ષે સેંકડોની સંખ્યામાં રેલ્વે ટ્રેક ઉપર કપાતી ગૌમાતાઓ વાહનની હડફેટે આવીને કરૂણ રીતે મરતા શ્વાનો તથા પતંગના દોરાથી -ઉડતા પક્ષીઓ મરણને શરણ થાય છે. આ સર્વેનાં મોક્ષાર્થે શ્રી જય માતાજી અબોલ જીવન-માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દર વર્ષે ''ગૌ-વંદના, શ્વાન વંદનાના'' કાર્યક્રમ થકી પ્રાણીઓ અને પક્ષીઓને ભરપેટ ભોજન કરાવે છે.

આ વર્ષે ૧૦૦૧ કિલો લાડુ, ર૧ ગુણી ખોળ, રપ૧ કિલો બુંદી, ૧૦૧ કિલો ગાંઠીયા, ૧૦૦૧ લીટર દૂધ, ૧૦૦૦૦ રોટલી, ર૧ કિલો કીડીયારૂ તથા ૪૦ કિલો ચણનો પ્રસાદ બનાવવમાં આવશે. ભીમ મગીયારસે તા. ર૩ શનિવારના રોજ લાઇફ બીલ્ડીંગની સામે, રેસકોર્ષ રીંગ રોડ પરથી સવારના પઃ૩૦ વાગ્યાથી ઉપરોકત દરેક વસ્તુઓનું વિતરણ વિનામૂલ્યે જીવદયાપ્રેમિઓ, ગૌશાળાઓને તેમજ સેવાપ્રેમીઓને કરવામાં આવશે.

આ પ્રસાદ બનાવવા માટે તા. રર શુક્રવારે સવારે ૧૦ રાત્રીનાં ૧૦ સુધી સેવાયજ્ઞ કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચૌહાણ ૮૯૮૦પ૦૧પ૦૩ પર સંપર્ક કરવો તેઓના માર્ગદર્શન હેઠળ  મીતલભાઇ ખેતાણી, મનસુખભાઇ કણસાગરા, ભીમજભાઇ સગપરીયા, મનુભાઇ બલદેવ, વિનોદભાઇ પાબારી, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઇ જીવરાજાની, હીમાંશુભાઇ ચીનોય, હેમાબેન મોદી, પારસભાઇ મોદી, લાખાણીબેન તથા તેમનું ગ્રુપ અને પોલીસ હેડ કવાર્ટરનાં ભાઇઓ-બહેનો તથા રેસકોર્ષ પાર્ક અને મારૂતી નગરના ભાઇઓ બહેનો વગરેે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા  દરરોજ સવારે શ્વાનો માટે ૬૦ લીટર દૂધ તથા સાંજે અવિરત છેલ્લા આઠ વર્ષની ૧રપ લીટર દુધ તથા ર૦૦ રોટલીનું હરતા ફરતા અન્નક્ષેત્ર, સમયાંતરે ગાયોને ઘાસ-કીડીને કીડીયારૂ તથા માછલીઓને ઘઉના લોટની ગોળીનુંૈ ભોજન તથા પક્ષીઓને ચ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:02 pm IST)