Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

નવલનગરમાં પ્રેમલગ્ન કરનાર રીનલબેન કટકીયાને ઘરકામ બાબતે સાસરીયાનો ત્રાસ

પતિ મયુર, સસરા મગન, જેઠ આનંદ, રોહિત, જેઠાણી યશોદા ઉર્ફે વૈશ્નવી તથા દિયર જાબાલ સામે ગુનો

રાજકોટ તા.૧૯: દોઢસો ફુટ રીંગ રોડ પર પુનિતનગરમાં માવતર ધરાવતી અને પ્રેમલગ્ન કરનાર કુંભાર પરિણીતાને નવલનગરમાં રહેતા પતિ, સસરા, જેઠ, જેઠાણી સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ દોઢસો ફુટ  રોડ પર પુનિતનગર શેરીનં. ૧૨માં માવતરે રહેતા રીનલબેન મયુરભાઇ કટકીયા (ઉ.વ.૨૮)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પુનિતનગર શેરીનં. ૧૨માં રહેતી વણીક યુવતી રીનલબેને સાત વર્ષ પહેલા મવડી રોડ નવલનગરમાં રહેતો મયુર મગનભાઇ કટકીયા (કુંભાર) સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ રીનલબેન માવતરે ત્રણ વર્ષ રહયા બાદ બંને પરિવાર વચ્ચે સમાધાન થયા બાદ મયુર તેની પત્ની રીનલબેનને તેડી આવ્યો હતો. સાસરીયે આવ્યાને થોડા દિવસ બાદ પતિ મયુર, સસરા મગન મોહનભાઇ કટકીયા, જેઠ આનંદ મગન કટકીયા, રોહિત, જેઠાણી યશોદા ઉર્ફે વૈશ્નવી આનંદભાઇ કટકીયા તથા દિયર જાબાલ મગનભાઇ કટકીયા (રહે. નવલનગર શેરીનં. ૧૩/૩ નો ખુણો મવડી રોડ) ઘરની નાની-નાની બાબતે મનફાવે તેમ બોલી મેણાટોણા મારી શારીરિક, માનસીક ત્રાસ આપી ગાળો આપી માર મારી પહેરેલ કપડે રીનલબેનને કાઢી મુકયા હતા. આ અંગે રીનલબેને મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. જી.વાય. પંડયાએ તપાસ હાથ ધરી છે.(૧.૧૯)

 

(4:02 pm IST)