Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

૨૧ મીએ વિશ્વ યોગ દિવસ

આપણું આયુર્વેદ બિમારને સાજા કરી દયે, પણ બિમાર જ ન પડવા દે તે છે યોગા

વિશ્વ યોગા દિવસ હવે નજીક છે. ત્યારે મારા કેટલાક અનુભવો અહીં શેર કરવા માંગુ છુ. ૯૧ ની સાલથી યોગા કરાવુ છુ. જેમાં ઘણા કિસ્સામાં હતાશ લોકોને યોગથી હસ્તા કરી દીધા છે. એક ઉદાહરણ નિલાબેનનું જોઇએ તો તેઓ ડીપ્રેશનમાં એટલા હતા કે તેમના પતિ જમવા ટાણે દાળ માંગે તો છાશ આપી દેતા. રોટલી માંગે તો શાક થાળીમાં રેલાવી દેતા. અનેક ડોકટરોની દવા પણ લઇ ચુકયા. પછી છેવટે એક ડોકટર જ મારી પાસે લઇ આવ્યા. મે છ મહીના સુધી તેમને યોગા શીખવ્યા. સાથે સાથે રોજે રોજ પોઝીટીવ વિચારો ઉપર ચર્ચા પણ ચાલુ રાખી. ધીરે ધીરે તેમના નેગેટીવ વિચારો દુર કર્યા. અને તેમનામાં જાદુઇ અસર દેખાવા લાગી. તેમના મગજમાં લોહીનો પ્રવાહ, ઓકસીજન પુરી માત્રમાં પહોંચવા માંડવા. મેડીટેશન કરવા સક્ષમ બની ગયા. જાતે જ વિચાર શુન્ય બનવા તૈયાર થઇ ગયા. ખરેખર છ મહીનાની મહેનત રંગ લાવી. યોગથી તેમનું ડીપ્રેશન દુર થઇ ગયુ. દવાઓ પણ બંધ થઇ ગઇ. તેમની સારવાર કરનાર ડોકટરે પણ આવીને મને શાબાસી આપી. તેમના પતિ અને ઘરના સભ્યો પણ ખુશ થઇ ગયા.

આવો જ એક કિસ્સો જુવાન દિકરીની માતાનો છે. દિકરી ૨૨ વર્ષથી થઇ જવા છતા પીરીયડસમાં આવતી નહોતી. જેથી સગાઇ કરવામાં મોટી પરેશાની થતી હતી. મે તેમને આશ્વાસન આપ્યુ. યોગાના કલાસ શરૂ કરાવ્યા. મુંડક આસન અને પશ્ચિમોનાશન જેવા આસનો ઉપરાંત પ્રાણાયામ તેમજ હોર્મોન્સ ચેન્જ થાય તેવી કસરતો શરૂ કરાવી. આમાં પણ ધાર્યુ પરિણામ મળ્યુ. એ દિકરીના હોર્મોન્સ બેલેન્સ થવા લાગ્યા. સુખદ આશ્ચર્ય વચ્ચે તેને પીરીયડસની શરૂઆત થઇ. દિકરી ૨૨ વર્ષે પહેલીવાર પીરીયડમાં આવતા તેના મમ્મી રડી પડયા. આમ યોગાએ એક દિકરીની જીંદગી ગુંચવાતી બચાવી લીધી.

એક બહેનને પેટ પર બરોડ બહાર આવી ગયેલ. કપડા પહેરવામાં પણ તકલીફ થત. મે તેમને રેગ્યુલર યોગાની સલાહ આપી. તેઓ માની ગયા અને યોગાથી અદ્દભુત પરિવર્તન જોવા મળ્યુ.

આમ યોગાસનથી ગર્ભાશય, અંડાશયની તકફલીફો અને હોર્મોન્સ બેલેન્સમાં ચમત્કારીક અસર જોવા મળે છે. કમરના દુઃખાવા, સાયટીકા, સરવાઇલ પ્રોબ્લેમ્સ, માઇગ્રેન જેવી સમસ્યાઓમાં પણ અકસીર પુરવાર થાય છે.

આપણી જુની સંસ્કૃતિ  યોગા કે જેના શોધક પતંજલીએ કહ્યુ છે કે આયુર્વેદથી માણસ બિમાર હોય તો સાજો થઇ જાય છે. જયારે યોગ કરવાથી કોઇ બિમારી જ આવી શકતી નથી. મતલબ બિમાર ન પડવા દે તે જાદુ એટલે યોગા! (૧૬.૪)

- વીણા ગજજર, મો.૯૭૨૭૭ ૨૫૨૫૮

(4:01 pm IST)