Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મહિલા પોલીસ મથકની મુલાકાતે પોદાર સ્કૂલના બાળકો

રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા મહિલા પોલીસ મથકની આજે પોદાર સ્કૂલના બાળકોએ મુલાકાત લીધી હતી. પોલીસની કાર્યવાહીથી બાળકોને પી.આઇ. પી. બી. શાપરા અને સ્ટાફે વાકેફ કર્યા હતાં અને પોલીસ કેવી-કેવી કામગીરી કરે છે તેની માહિતી અપાઇ હતી. તેમજ બાળકોમાં રહેલો પોલીસ પ્રત્યેનો ભય દૂર થાય અને આ ઉગતી પેઢી પોલીસને સારા કામમાં મદદરૂપ થતી રહી તેવી સમજ અપાઇ હતી. પ્રજા અને પોલીસ વચ્ચે અંતર વધતુ જાય છે ત્યારે બાળકોને અત્યારથી જ પોલીસ વિશે સાચી સમજ મળે તે માટેનો પ્રયાસ કરાયો હતો. છેલ્લે બાળકોને ચોકોબાર ખવડાવાઇ હતી.

(3:59 pm IST)