Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગીત ગુર્જરી સોસાયટી મળતો રોડના સ્પીડ બ્રેકરો અનઅધિકૃત : જવાબદારો સામે પગલા ભરો : રજુઆત

રાજકોટ, તા. ૧૯ :  શહેરના વોર્ડ નં.રની  ઓફીસ સામે બનેલા બપોરમાં થયેલ મોત બદલ જવાબદારો સામે પગલા ભરવા અને મૃતકને આર્થિક વળતર ચુકવવા અંગે કોંગ્રેસના લઘુમતી સેલના ચેરમેન યુનુસભાઇ જુણેજા દ્વારા મ્યુનિ. કોર્પોરેશન બંછાનિધિ પાનીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે યુનુસભાઇ તથા પાઠવેલ પત્રમાં જણાવ્યું કે શહરેના વોર્ડ નં. રમાં તા. ૧૪-૬ના રોજ સ્પીડ બ્રેકરને કારણ ર૩ વર્ષની મહિલા યાસ્મીબેનનું ફંગોળાતા મોત થયું છે. જે બંપર અનઅધિકૃત હોય તો જવાબદારી સામે પગલા ભરવા અને મૃતક યાસ્મીનબેનના પરિવારને આર્થિક વળતર ચુકવવા માંગ કરવામાં આવી છે. આ રજુઆતમાં યુનુસભાઇ જુણેજા ચેરમેન માયનોરિટી સેલ કોંગ્રેસ સમિતિ યુસુફભાઇ સોપારીવાલા, ઇમરાન પરમાર મૈયડ, પીન્ટુ, મકસુદ ચાવડા સલીમ કારીયાણી, બાબુભાઇ ગુડલક, સમીર જસરીયા સહિતના કાર્યકરો જોડાયા હતા. (૯.૯)

(3:59 pm IST)