Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજકોટ બિલ્ડર્સ દ્વારા નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા

રાજકોટ : બિલ્ડર્સ એસોસીએશનનાં હોદેદારો દ્વારા મહાનગરપાલીકાના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક નેતા દલસુખભાઇ જાગાણી, અને દંડક અજયભાઇ પરમાર સહિતનાં પાંચેય પદધિકારીઓની શુભેચ્છા મુલાકાત લઇ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે નવનિયુકત હોદેદારશ્રીઓ એ પણ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશને જણાવેલ કે અમારો સોૈથી અગત્યનો મુદો રાજકોટનો વિકાસ અને આમ નાગરીકોનેપડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવા સતત પ્રયત્નશીલ રહેશું આ શુભેચ્છા મુલાકાતમાં રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના ધ્રુવિક તળાવીયા, જીતુ કોઠારી, વાય.બી.રાણા, સુજિત ઉદાણી, દિલીપ લાડાણી, ઋષિત ગોવાણી, હાર્દિક શેઠ, હમિત ત્રાંબડીયા સહિતના બિલ્ડર્સ અને ડેવલોપર્સએ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત વિવિધ કમીટીઓના નવનિયુકત ચેરમેનોને પણ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા શુભેચ્છા પાઠવી હતી અન ેસોૈના સાથથી સોૈનો વિકાસ થાય તેવી લાગણી વ્યકત કરી હતી. (૩.૧૨)

(3:48 pm IST)
  • બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવો મારો મુખ્ય એજન્ડા ;નીતીશકુમાર અડગ :અમે માંગ કરતા રહીશું ;બિહારના હિતમાં જે કાઈ કરવું પડે તે કરીશું પાછીપાની નહિ કરીએ :નિતી આયોગની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળવા માટે તર્ક રજૂ કર્યો હતો ;હજુ પણ માંગણી કરતો રહીશ access_time 1:16 am IST

  • અંતે કાશ્મીરમાં ભાજપ અને પીંડીપીના ગઠબંઘનનો અંતઃ સાંજ સુધીમાં મહેબુબા મુફતી મુખ્યમંત્રીપદ્દેથી આપશે રાજીનામું access_time 2:40 pm IST

  • રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામનો કેદીનું હાર્ટએટેકથી મોત: તળાજા તાલુકાના બરડા ગામના વૃદ્ધને મડરનાં કેસમાં હતો જેલ હવાલે : ગઇકાલે હાર્ટએટેક આવવાથી સારવાર માટે સિવિલમા દાખલ કરાયો હતો : આજે સારવાર દરમિયાન થયુ મોત છે access_time 8:51 pm IST