Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વડીલ દંપતિઓએ એકબીજાને હાર પહેરાવ્યાઃ લગ્નગીતોની રમઝટ

રાજકોટઃ આ કાર્યક્રમમાં ૧૫ દંપતિઓએ ભાગ લીધેલ. દરેક દંપતિઓએ એકબીજાને હાર પહેરાવવાની સાથે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ કેળવણી મંડળનાં ઉપપ્રમુખ નવીનભાઈ ઠક્કર તેમજ સંસ્થા હિતેચ્છક મધુભાઈ પાઉં ઉપસ્થિત રહેલ. સુરેશભાઈ ચંદારાણા, રમેશભાઈ ઠક્કર, બાલકૃષ્ણભાઈ ઉનડકટ તેમજ ધીરૂભાઈ જીવરાજાની, રાજુભાઈ ખખ્ખરનો સહયોગ મળેલ. આયોજકો મનીષભાઈ સોનપાલ, રમણભાઈ કોટક, જયંતભાઈ પાઉં, અમિતભાઈ કોટક અને વિરેન્દ્રભાઈ વસંતે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે દંપતિઓનાં સગા સંબંધીઓએ વિશેષ હાજરી આપી લગ્નગીતો, પ્રસંગને અનુરૂપ ફિલ્મીગીતોની રમઝટ સાથે માતૃ- પિતૃ ભાવના વ્યકત કરી હતી.

(3:46 pm IST)