Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મુંજકા 'રૂડા'થી આવાસ યોજનામાં બોગસ લાભાર્થીઓને શોધવા તપાસ : આધારકાર્ડની યાદી મ્યુ. કમિશ્નરને મોકલાઇ

રાજકોટ તા. ૧૯ : 'રૂડા' દ્વારા મુંજકા ખાતે નિર્માણ કરાયેલ ૬૫૦ ફલેટની આવાસ યોજનામાં અનેક લોકો ઘરના મકાન ધરાવતા હોવા છતાં તેઓને આવાસ યોજનામાં ગેરકાયદે રીતે ફલેટ અપાયાની ફરિયાદ જયેશભાઇ લોટીયા, મુમતાઝબેન પીલુડીયા, સચીનભાઇ પરમાર, રાજેશભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ, દિપકભાઇ ટાંક, તુષારભાઇ ગોહેલ, ગોપાલભાઇ વગેરે દ્વારા કલેકટરને કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ રૂડાના કારોબારી અધિકારીએ ઉપરોકત આવાસ યોજનામાંથી બોગસ લાભાર્થીઓને શોધવા તપાસ શરૂ કરી છે.

આ માટે રૂડાના કારોબારી અધિકારીશ્રીએ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી અને મુંજકા સ્થિત રૂડાની આવાસ યોજનાના ૬૫૦ લાભાર્થીના આધારકાર્ડની યાદી મોકલી અને આ આધારકાર્ડના આધારે જો કોઇ લાભાર્થીના નામથી રાજકોટમાં મિલ્કત હોવાનું મિલ્કત વેરામાં દેખાઇ આવે તો તેની નોંધ મોકલવા જણાવાયું છે.

આમ, રૂડાની આવાસ યોજનાના બોગસ લાભાર્થીને શોધવા કવાયત શરૂ કરાઇ છે.

(3:35 pm IST)