Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સામાકાંઠે મોરબી રીંગ રોડ વિસ્તારની ટી.પી.સ્કીમ નં. ૧૩ માટે વાંધા સુચનો મંગાવાશે

ડ્રાફટ સ્કીમને પ્રાથમિક મંજુરી : વર્ષોથી આ સ્કીમ લટકી રહી છે

રાજકોટ તા. ૧૯ : શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રીંગ રોડ વિસ્તારના વિકાસ માટે મ્યુ. કોર્પોરેશને બનાવેલી ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ૧૩ને રાજ્ય સરકારે પ્રાથમિક રીતે મંજુર કરી તે અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. હવે આ બાબતે વાંધા સુચનો માંગવામાં આવશે.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળનો વિસ્તારથી લઇ જુના જકાતનાકા સુધીનો મોરબી રીંગ રોડને લાગુ ટી.પી. સ્કીમ નં. ૧૩ (ડ્રાફટ)ને રાજ્ય સરકારે પ્રાથમિક મંજુરી આપી છે. હવે આ સ્કીમને આખરી મંજુરી આપવા માટે વાંધા સુચનો સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નોંધનિય છે કે, આ ટી.પી. સ્કીમની મંજુરી વર્ષોથી લટકી રહી છે. જેના કારણે ઉપરોકત વિસ્તારના વિકાસને બ્રેક લાગી ગઇ છે.

હવે આ સ્કીમને મંજુરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા મોરબી રીંગ રોડ આસપાસના વિસ્તારોમાં વિકાસના દ્વાર ખૂલશે.

(3:35 pm IST)