Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સુવર્ણકાર સમાજ વિકાસ સંસ્થાન દ્વારા યોજાયુ હસ્તકલા પ્રદર્શન

રાજકોટ : અખિલ ભારતીય સુવર્ણકાર  સમાજ વિકાસ એવમ શોધ સંસ્થાન દ્વારા તાજેતરમાં હસ્તકલા એકઝીબીશન નાગર બોર્ડીંગ ખાતે ગોઠવવામાં આવ્યુ હતુ. જેનું ઉદ્દઘાટન ડો. હેમાંગભાઇ વસાવડા અને સુવર્ણકાર સમાજના પ્રદેશ પ્રમુખ જીજ્ઞેશ વાગડીયાના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે નવિનભાઇ પાટડીયા, કનુભાઇ પાટડીયા, સંસ્થાના મહીલા અગ્રણી શ્વેતાબેન વાગડીયા, ધરા રાણપરા, નિશાબેન રાણપરા, વંદનાબેન સોની, શિતલ વાગડીયા, રવિભાઇ વાગડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં બહેનો માટે ખાસ હાથ બનાવટની વસ્તુઓ, ડ્રેસ ડીઝાઇન, સાડી વર્ક, મેકઅપ હર્બલ, સરબતની વિવિધ ફલેવર, ઇમીટેશન ઝવેલરી, ફેન્સી ઝવેલરીએ આકર્ષણ જમાવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્વેતાબેન વાગડીયા, શિતલ વાગડીયા, ધરાબેન રાણપરા, નિશાબેન રાણપરા, રીટોબન રાણપરા, વંદનાબેન સોની, સપનાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી. અખિલ ભારતીય સુવર્ણકાર સમાજના બહેનોની કલાને કનુભાઇ પાટડીયા, રાજેશભાઇ પાટડીયા, હરેશભાઇ ભુવા, રવિકાન્તભાઇ વાગડીયા, દિવ્યેશભાઇ પારેખ, મનીષભાઇ પાટડીયાએ બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. જીજ્ઞેશભાઇ પાટડીયા (મો.૯૭૨૩૩ ૯૦૯૦૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)