Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ બન્ને મહિલા

રાજકોટઃ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે ભાજપના કિશોરીબા જાડેજા, ઉપપ્રમુખ પદ માટે પ્રભાબેન પીપળીયાએ વર્તમાન પ્રમુખ ઘોઘુભા જાડેજા, અગ્રણી હરદેવસિંહ જાડેજા, ચેતન પાણ વગેરેની હાજરીમાં ટીડીઓ સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતુ. આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. પ્રમુખ પદ મૂળ ભાજપના સભ્યના ભાગે ગયુ છે. ઉપપ્રમુખ પદ અને કારોબારી અધ્યક્ષ પદ હમણા કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયેલા બે સભ્યોને મળી રહ્યુ છે. કારોબારી અધ્યક્ષ પદ માટે મેરામભાઇ જળુનું નામ નક્કી થયુ છે. કારોબારી સમિતિની બેઠકમાં તેની વિધિવત ચૂંટણી થશે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)