Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કાલે કોંગી સભ્યોને મેન્ડેટ અપાશેઃ ભંગ કરે તો પગલા

જિલ્લા પંચાયતમાં હવે રાજકીય-કાનૂની દાવપેચ

રાજકોટ, તા., ૧૯: જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના બે સભ્યો બળવો કરીને સામે આવતા કોંગી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. કોંગ્રેસ દ્વારા આવતીકાલે પ્રમુખની ચુંટણી પુર્વે તમામ ચુંટાયેલા ૩૪ સભ્યોને અલ્પાબેન અને સુભાષભાઇ માકડીયાની તરફેણમાં મતદાન કરવા થ્રી લાઇન વ્હીપ અપાશે. આવતીકાલે કોંગ્રેસના નીરીક્ષક પણ હાજર રહેશે. પક્ષના આદેશ વિરૂધ્ધ મતદાન કરનાર સામે શિસ્તભંગના પગલા  લેવામાં આવશે. જીલ્લા પ્રમુખે આજનો અહેવાલ મૌખીક રીતે પ્રદેશ નેતાગીરીને આપી દીધો છે.

કોંગ્રેસના ૩૪ પૈકી આજે બે સભ્યો સામે આવ્યા છે. પરંતુ આવતીકાલે વધુ કેટલાક સભ્યો પાર્ટી વિરૂધ્ધ બળવામાં જોડાય તેવી સંભાવના છે.  પક્ષ વિરૂધ્ધ ખુલ્લુ મતદાન કરે અથવા ગેરહાજર રહીને મેન્ડેડ ભંગ કરે તેવા તમામ કોંગી સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની તેમજ તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવાની વિચારણા શરૂ થઇ ગઇ છે. જીલ્લા પંચાયતમાં હવે કાનુની અને રાજકીય દાવપેચ જામશે. (૪.૧૩)

(3:31 pm IST)