Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કોઠારીયા રોડના બાવન સ્થળોએથી છાપરા - ઓટાના દબાણો દુર

વોર્ડ નં. ૧૮ના વિસ્તારમાં પાર્કિંગ - માર્જીનની જગ્યા ખુલ્લી : પૂર્વ કોર્પોરેટરના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી દબાણ તોડી પાડ્યુ : ઇસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી

ડિમોલીશન : મ્યુ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે શહેરના કોઠારીયા રોડ પર પાર્કિંગ - માર્જીનની જગ્યામાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામો દુર કરવામાં આવ્યા હતા તે વખતની તસ્વીર દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર કોઠારીયા રોડ પર 'વન વીક વન રોડ' અંતર્ગત વોર્ડ નં. ૧૮માં પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ ૫૨ સ્થળોએથી છાપરા, ઓટાના દબાણ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.

વન ડે વન રોડ અંતર્ગત ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવ્યા હતા આ અંગે તંત્રની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર જેમાં જેન્તીભાઇ સરધાર, દીપકભાઇ સતા, કિરીટભાઇ શીંગાડા, જયેશભાઇ વઘાસીયા, જેન્તીભાઇ તાળા, નિમિષાબેન મહેતા, મનોજભાઇ કંસારા, કિરીટભાઇ સોરઠીયા, વિહાભાઇ ગમારા, જગદીશભાઇ ઢોલરીયા, મેઘજીભાઇ રૈયાની, ચંદુભાઇ વસોયા, ગોરધનભાઇ ડોલરીયા, રવજીભાઇ ઘુસા, સીમાબેન દવે, હર્ષાબેન ખીલોસીયા, અશ્વિનભાઇ ડણાક, ચંદુભાઇ અમીપરા, ઉમેશભાઇ સંતોકી, અરજણભાઇ મારૂ, શૈલેષભાઇ કાનાબાર, મનિષભાઇ કંસારા, નરેન્દ્રભાઇ વાઘેલા, કે.બી.જોષી, આશાપુરા ફરસાણ, બી.જે.પરમાર, કનૈયાલાલ જીવરાજાની, ધર્મેન્દ્રભાઇ જસાણી, ચીમનભાઇ કવા, ધીરજલાલ ઉનડકટ, જ્યોતિબેન કમલેશભાઇ, નરેન્દ્રભાઇ ઉનડકટ, રામજીભાઇ પ્રજાપતિ, શૈલેષભાઇ ગુજરાતી, મનસુખભાઇ મોલીયા, જલારામભાઇ, હિતેશભાઇ દેવધાણીયા, રાજુભાઇ ધંધુકીયા, અનિલભાઇ જોષી, રામનાથ પંચર, બાલાજી સ્ટેશનરી, મહેન્દ્રભાઇ ખખ્ખર, જયપાલભાઇ આહુજા, ડીલકસ પાન, જલારામ સેલ્સ એજન્સી, જાદવભાઇ ડાભી, બાબુભાઇ સોજીત્રા, બલભદ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ અશોકભાઇ સુસરા સહિતના પર સ્થળોએથી છાપરા, ઓટાના દબાણ દુર કરી પાર્કિંગ - માર્જીનની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ કામગીરી કમિશ્નર બંછાનિધી પાનીની સુચના અને ટાઉન પ્લાનીંગ અધિકારી પી.ડી.અઢીયાના માર્ગદર્શન હેઠળ વન વીક વન રોડ અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસી. ટાઉન પ્લાનર જી.ડી.જોષી, એ.એમ.વેગડ તથા જે.જે.પંડયા તેમજ અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો સ્ટાફ, દબાણ હટાવ શાખાના આસી. મેનેજર બી.બી.જાડેજા તથા તેમનો સ્ટાફ, બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર વી.સી.મુંધવા તથા તેમનો સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:22 pm IST)