Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જિલ્લા પંચાયત કોંગ્રેસમાં ભડકોઃ નાનજીભાઇ ડોડિયા કહે છે ઉપપ્રમુખ પદનું વચન આપીને પાર્ટી ફરી ગઇ

વફાદારીનો આવો બદલો? રાજપૂત- ક્ષત્રીય સમાજને સરેઆમ અન્યાય

રાજકોટ, તા.૧૯: જિલ્લા પંચાયતના કોંગ્રેસના કારોબારી સભ્ય નાનજીભાઇ ડોડિયાએ કોંગ્રેસે કદર ન કરી હોવાનો અને પાર્ટીએ વચન આપીને ફેરવી તોળ્યાની હૈયાવરાળ ઠાલવી છે.

નાનજીભાઇએ આજ સવારે જણાવેલ કે જિલ્લા પંચાયતની ચુંટણીમાં હું ભાજપના જિલ્લા પ્રમુખને હરાવીને ચરખડી બેઠક પરથી ચુંટાયેલ, ચુંટાયા પછી પ્રજા સાથે અને જિલ્લા પંચાયત કચેરી સાથે નિયમિત સંપર્ક જાળવેલ. પાર્ટીના બધા કાર્યક્રમોમાં ભાગ લેતો રહ્યો છું પાર્ટીએ મને ઉપપ્રમુખ બનાવવા ૧૫ દિ પહેલા વચન આપેલ હવે ઉપપ્રમુખ તરીકે ધોરાજી સુપેડીના સુભાષભાઇ માકડિયાની પસંદગી કરી છે. ઉપપ્રમુખપદ માટે જ્ઞાતિ, ભૂગોળ, કાર્યક્ષમતા વગેરે રીતે હું લાયક હોવા છતા પાર્ટીએ મને અને રાજપૂત-ક્ષત્રિય સમાજને અન્યાય કર્યા છે. મેં કાયમ પાર્ટી સાથે વફાદારી રાખી છે. હાઇકમાન્ડે આપેલુ વચન પાળ્યું નથી છતા અત્યારે પાર્ટીનો આદેશ માથે ચડાવુ છું, મને અને મારા સમાજને અન્યાય ચાલુ રાખવામાં આવશે તો ભવિષ્યમાં કોંગ્રેસે તેનું માઠુ પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.(૨૨.૬)

(1:16 pm IST)