Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કુંભારવાડાનો હિતેષ કંદોઇ ૪૬ હજારના દારૂ સાથે અને મીરાનગરનો કિંજલ ૧૦ બોટલ સાથે પકડાયો

એ-ડિવીઝન અને ગાંધીગ્રામ પોલીસના દરોડા

રાજકોટઃ એ-ડિવીઝન પોલીસે રૂ. ૪૩૨૦૦ના દારૂ સાથે એક શખ્સને તથા ગાંધીગ્રામ પોલીસે રૂ. ૪ હજારના દારૂ સાથે એકને પકડી લીધો હતો. કુંભારવાડા મેઇન રોડ પર શેરી નં. ૧માં સુરાબાપા હાડવૈદ્યના દવાખાના પાસે રહેતાં હિતેષ ચમનલાલ ગોયાણી (કંદોઇ વાણીયા) (ઉ.૪૯) પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, ઇન્દ્રસિંહ જાડેજા અને કોન્સ. હાર્દિકસિંહ પરમારને મળતાં દરોડો પાડી આ શખ્સને રૂ. ૪૬૨૦૦ના ૧૧૮ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઇ વસવેલીયા, ઇન્દ્રસિંહ, હારૂનભાઇ, કોનસ. વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, શૈલેષભાઇ ખીહડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. જ્યારે ગાંધીગ્રામના ઇન્ચાર્જ પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં પીએસઆઇ જી.એન. વાઘેલા, હેડકોન્સ. ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા સહિતે રૈયા રોડ મીરાનગર-૩ બાપા સિતારામ ચોકમાં રહેતાં અને કલરકામ કરતાં કિંજલ ભરતભાઇ સોલંકી (કડીયા) (ઉ.૨૫)ને નાણાવટી ચોક વરીયા પાન સામેની શેરીમાંથી એકટીવામાં રૂ. ૪ હજારનો ૧૦ બોટલ દારૂ રાખીને નીકળતાં પકડી લઇ કુલ ૩૪ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(1:13 pm IST)