Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઘંટેશ્વરનો આસીફ કુરેશી ચોરાઉ જણાતી અલ્ટો કાર સાથે પકડાયો

ગાંધીગ્રામના જી.એન. વાઘેલા, યુવરાજસિંહ અને દિવ્યરાજસિંહની કાર્યવાહી

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતો આશીફ મોઇનભાઇ કુરેશી (ઉ.૧૯) શંકાસ્પદ અલ્ટો કાર ફેરવતો હોવાની માહિતી ગાંધીગ્રામના પીએસઆઇ જી.એન. વાઘેલા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને મળતાં અતેને ૬૦ હજારની નંબર વગરન કાર સાથે પકડી લીધો છે. ઇન્ચાર્જ પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે. પકડાયેલો શખ્સ મજૂરી કરે છે. કાર કયાંથી લાવ્યો? કાગળો કયાં છે? તે અંગે યોગ્ય ખુલાસો ન કરી શકતાં ૪૧ (૧) ડી મુજબ કાર્યવાહી થઇ હતી.

(1:12 pm IST)