Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કાલે કિશાનો સાથે મોદીની સીધી વાત : રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ૫૩ શકિત કેન્દ્રો પર વ્યવસ્થા

રાજકોટ તા. ૧૯ : કાલે ૨૦ જુને સવારે ૯ વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશભરના કિશાનો સાથે નમો એપ તેમજ અન્ય માધ્યમો દ્વારા સીધી વાત કરવાના હોય તેના પ્રસારણ અંગે રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટ, મહામંત્રી હરદેવસિંહ જાડેજા, હરસુખભાઇ સોજીત્રા દ્વારા રાજકોટ જિલ્લાના ૨૦૪ ગ્રામીણ શકિતકેન્દ્રો તથા ૫૩ શહેરી શકિત કેન્દ્રો પર ખેડુતો સાથે સામુહીક સાંભળવા વ્યવસ્થા કરાઇ હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, મહામંત્રી ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાની સંયુકત યાદીમાં જણાવાયુ છે. તમામ શકિત કેન્દ્રો પર ટી.વી., રેડીયો, નમો એપ, મોબાઇલ તેમજ અન્ય માધ્યમો દ્વારા લાઇવ ચર્ચાની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત મોટામવા ખાતે બીગસ્ક્રીન ઉપર વડાપ્રધાન શ્રી ખેડુતો સાથેની સીધીવતાનું પ્રસારણ કરાશે. મોટી સંખ્યામાં કિશાનોએ ઉપસ્થિત રહેવા શ્રી કોરાટ, શ્રી જાડેજા, શ્રી સોજીત્રાએ અનુરોધ કરેલ હોવાનું જિલ્લા ભાજપ મીડીયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ (મો.૯૦૩૩૦ ૨૬૨૫૫) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(12:32 pm IST)