Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગુરૂવારે લાંબામાં લાબો દિવસ...રાત ટૂંકી

શુક્રવારથી દિવસ ટૂંકો અને રાત્રી લાંબીઃ આજથી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળશેઃ રાજકોટમાં દિવસ ૧૩ કલાક ૨૮ મિનિટ અને રાત્રી ૧૦ કલાક ૩૨ મિનિટની હશે

રાજકોટ,તા.૧૯: સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.૨૦ અને ૨૧મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. ગુરૂવાર તા.૨૧મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.

સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા.૨૧મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ૨૮મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૨ મિનિટ, અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટ, સુરતમાં દિવસ ૧૩ કલાક ૨૨ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૮ મિનિટ, થરાદમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ, રાત્રિ ૧૧ કલાક ૨૯ મિનિટ, મુંબઈમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટ સમયગાળામાં રહેશે. તા.૨૨મી જુનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવતે પ્રમાણે ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય- સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ- મિનિટના તફાવતથી ફેરફાર દિવસ- રાત્રિ જોવા મળશે.(૩૦.૪)

(12:30 pm IST)